ગુવાહાટી:આસામની એક કોલેજના સાત વિદ્યાર્થીઓને ક્લાસમાં અયોગ્ય કૃત્યોમાં (Seven students of college in Assam were improper act in class) સંડોવાયેલા મળ્યા બાદ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. કોલેજના 11મા ધોરણના છોકરા-છોકરીઓનું જૂથ એકબીજાને ગળે લગાડી રહ્યું હતું અને ક્લાસમાં એકબીજાની મજાક ઉડાવી રહ્યું હતું. આ જ વર્ગના અન્ય એક વિદ્યાર્થીએ વીડિયો (Video of Assam College went viral) રેકોર્ડ કર્યો અને બાદમાં તેને સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો.
આ પણ વાંચો:44મી ચેસ ઓલિમ્પિયાડમાં જીત બદલ મુખ્યપ્રધાને ભારતીય ટીમને આપી એક અનોખી ભેટ
સામેલ તમામ વિદ્યાર્થીઓને હાલ માટે સસ્પેન્ડ કર્યા :આ ઘટના રાજ્યની એક ખાનગી સંસ્થા સિલચરની રામાનુજ ગુપ્તા કોલેજની છે. આ વીડિયો વાયરલ થયો હતો અને નેટીઝન્સે વિદ્યાર્થીઓના વર્તનની ટીકા કરી હતી. કેટલાકે તો કોલેજ પ્રશાસનને જવાબદાર ઠેરવ્યા હતા. આ વીડિયો બુધવારે કોલેજ સત્તાવાળાઓના ધ્યાન પર આવ્યો હતો અને સાત વિદ્યાર્થીઓને તાત્કાલિક કોલેજમાં જતા અટકાવી દેવામાં આવ્યા હતા. સાતમાંથી ચાર છોકરીઓ અને ત્રણ છોકરાઓ હતા. કોલેજ પ્રશાસને વિદ્યાર્થીઓને નોટિસ પાઠવીને જણાવ્યું છે કે, તેઓ સ્પષ્ટપણે અશ્લીલતાના કૃત્યોમાં સામેલ છે. આવી પ્રવૃત્તિઓ સંસ્થાની શિસ્તના ઘોર ઉલ્લંઘન સમાન છે. તેથી, જે વિદ્યાર્થીઓએ નીચેની ભૂલ કરી હતી તેઓને વર્ગોમાં હાજરી આપવાથી અનિશ્ચિત સમય માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો:ભારે વરસાદે મચાવી તબાહી, શહેરના રસ્તા બની ગયા નદી
કોલેજ વધુ કડક કાર્યવાહી કરી શકે છે : કોલેજના પ્રિન્સિપાલ પૂર્ણદીપ ચંદાએ જણાવ્યું હતું કે, “વિદ્યાર્થીઓએ ટિફિનના કલાક દરમિયાન આ ઘૃણાસ્પદ કૃત્ય કર્યું જ્યારે કોઈ શિક્ષક હાજર ન હતા. અમારી પાસે કોલેજ કેમ્પસમાં સીસીટીવી કેમેરા છે અને કેમ્પસમાં મોબાઈલ ફોન પર પણ પ્રતિબંધ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓ 11મા ધોરણના નવા બેચના છે અને તેઓને કૉલેજમાં જોડાયાને લગભગ 15 દિવસ થયા છે. કોલેજ પ્રશાસને તે સાત વિદ્યાર્થીઓના વાલીઓને પણ બોલાવ્યા છે. જાણવા મળ્યું છે કે, કોલેજ વધુ કડક કાર્યવાહી કરી શકે છે અને વિદ્યાર્થીઓને સંસ્થામાંથી હાંકી કાઢવામાં આવી શકે છે.