ચંદીગઢ :રેસલિંગ ફેડરેશનની ચૂંટણીમાં બ્રિજભૂષણ સિંહના નજીકના વ્યક્તિની જીત બાદ કુસ્તીબાજોએ ફરી એકવાર પોતાનો વિરોધ દર્શાવ્યો છે. પહેલા સાક્ષી મલિકે કુસ્તીમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય કર્યો હતો. ત્યારબાદ કુસ્તીબાજ બજરંગ પુનિયાએ પદ્મશ્રી એવોર્ડ પરત કર્યો છે. હાલ બોક્સર વિજેન્દર સિંહ પણ રેસલર્સના સમર્થનમાં આવ્યા છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરતા લખ્યું કે, સુખમાં સૌ સાથી છે અને દુઃખમાં કોઈ નથઈ, મારા રામ.
કુસ્તીબાજોના સમર્થનમાં બોક્સર :આ પોસ્ટમાં વિજેન્દર સિંહે પીએમ મોદી, અમિતાભ બચ્ચન અને સચિન તેંડુલકરની જૂની ટ્વિટ શેર કરી છે. જેમાં ત્રણેયએ સાક્ષી મલિકને રિયો ઓલિમ્પિકમાં મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. આ પોસ્ટ દ્વારા વિજેન્દર સિંહે કહ્યું છે કે જ્યારે સાક્ષીએ મેડલ જીત્યો ત્યારે બધાએ તેના વખાણ કરતા ટ્વિટ કર્યા હતા. હવે તે મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી છે. ત્યારે તેમની સાથે કોઈ ઊભું નથી. એટલું જ નહીં બોક્સર વિજેન્દર સિંહે કહ્યું કે તે પણ રેસલર બજરંગ પુનિયાની જેમ પોતાનો એવોર્ડ પરત કરવા તૈયાર છે.
પ્રિયંકા ગાંધીની મુલાકાત : અગાઉ શુક્રવારના રોજ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ દિલ્હીમાં મહિલા રેસલર સાક્ષી મલિક અને કુસ્તીબાજ બજરંગ પુનિયા સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમની સાથે હરિયાણાના રાજ્યસભા સાંસદ દીપેન્દ્ર હુડ્ડા પણ ઉપસ્થિત હતા. આ દરમિયાન પ્રિયંકા ગાંધીએ સાક્ષી મલિક અને બજરંગ પુનિયા સાથે વિગતવાર વાત કરી અને તેમની સમસ્યા જાણી હતી. મુલાકાત બાદ પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, હું અહીં એક મહિલા તરીકે આવી છું, કારણ કે સાક્ષી સાથે જે થયું છે તે અયોગ્ય છે.
કુસ્તીબાજોની માંગ : ઉલ્લેખનિય છે કે ભારતીય રેસલિંગ ફેડરેશનની ચૂંટણી ગુરુવારના રોજ યોજાઈ હતી. આ ચૂંટણીમાં ભારતીય કુસ્તી સંઘના પૂર્વ અધ્યક્ષ બ્રિજભૂષણ સિંહના નજીકના સંજય સિંહની જીત થઈ હતી. આનાથી દુઃખી થઈને મહિલા રેસલર સાક્ષી મલિકે કુસ્તીમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી. મહિલા રેસલરે કહ્યું, અમે ચૂંટણીમાં મહિલા પ્રમુખની માંગ કરી રહ્યા હતા, જેથી દીકરીઓ સુરક્ષિત રહી શકે, પરંતુ આ ચૂંટણીમાં બ્રિજભૂષણ જેવી વ્યક્તિ જીતી છે. જ્યાં સુધી તેમનું વર્ચસ્વ રહેશે. ત્યાં સુધી ખેલાડીઓનું શોષણ થતું રહેશે. હું આ માહોલમાં રમી શકું તેમ નથી. તેથી જ હું કુસ્તીમાંથી નિવૃત્તિ લઉં છું.
- WRESTLER SAKSHI MALIK RETIREMENT : ભારતીય મહિલા રેસલર સાક્ષી મલિકે કરી નિવૃત્તિની જાહેરાત, જાણો નિવૃત્તિ લેવાનું સાચું કારણ
- મહિલા કોન્સ્ટેબલ તેના મિત્ર સાથે બનાવી રહી હતી રીલ, પટણાના મરીન ડ્રાઈવ પર બદમાશોએ ઈન્સ્પેક્ટરની ગોળી મારી હત્યા કરી