મુંબઈ:બોમ્બે હાઈકોર્ટે સોમવારે ત્રણ જૈન ધાર્મિક ચેરિટેબલ ટ્રસ્ટો અને શહેરના એક જૈન રહેવાસીને પ્રશ્ન કર્યો હતો કે, તેઓ 'પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયા'માં માંસ અને માંસ ઉત્પાદનોની જાહેરાતો પર પ્રતિબંધ મૂકવાની અપીલ (Jain communitys demand to ban non veg advertise) કરીને અન્ય લોકોના અધિકારો પર શા માટે અતિક્રમણ કરી રહ્યા છે.ચીફ જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ માધવ જામદારની ડિવિઝન બેન્ચે નોંધ્યું હતું કે, આ મુદ્દો વિધાનસભાના કાર્યક્ષેત્રમાં છે અને તે કોર્ટ પ્રતિબંધો લાદવા માટે નિયમો બનાવી શકે નહીં. નોંધનીય છે કે, ત્રણ ધાર્મિક ચેરિટેબલ ટ્રસ્ટ અને મુંબઈના એક જૈન નિવાસીએ તેમની અરજીમાં દાવો (High Court rejected Jain communitys demand) કર્યો છે કે, તેમના બાળકો સહિત પરિવારના સભ્યોને આવી જાહેરાતો જોવા માટે દબાણ કરવામાં આવે છે.
શાંતિથી જીવવાના અધિકારનું ઉલ્લંઘન: અરજીકર્તાઓએ દલીલ કરી છે કે, આ તેમના શાંતિથી જીવવાના અધિકારનું ઉલ્લંઘન છે અને તેમના બાળકોના મન પર અસર કરી રહ્યું છે. સોમવારે આ અરજી પર સુનાવણી કરતા હાઈકોર્ટે અરજીમાં કરવામાં આવેલી વિનંતી પર સવાલ ઉઠાવ્યા હતા. મુખ્ય ન્યાયાધીશ દત્તાએ કહ્યું, અરજીકર્તા શા માટે અન્યના અધિકારો પર અતિક્રમણ કરવાનો પ્રયાસ કરી રહ્યા છો? શું તમે બંધારણની પ્રસ્તાવના વાંચી છે? તેમાં કેટલાક વચનો આપવામાં આવ્યા છે. બેન્ચે એ પણ નોંધ્યું હતું કે, તેની પાસે અરજી પર આદેશ આપવાનો અધિકારક્ષેત્ર નથી. કોર્ટે કહ્યું, 'તમે હાઈકોર્ટને રાજ્ય સરકારને કોઈ પણ વસ્તુ પર પ્રતિબંધ મૂકવા માટે કોઈ નિયમ, કાયદો અથવા માર્ગદર્શિકા બનાવવાનું કહી રહ્યા છો. તે એક કાયદાકીય અધિનિયમ છે, તે વિધાનસભાને નિર્ણય કરવાનો છે... અમારે નહીં.'