ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પશ્ચિમ બંગાળથી ભાજપના સાંસદ અર્જુન સિંહના ઘરની બહાર થયો બોમ્બ બ્લાસ્ટ, રાજ્યપાલે ચિંતા વ્યક્ત કરી - બંગાળ ભાજપના સાંસદના ઘર પર હુમલો

પશ્ચિમ બંગાળથી ભાજપના સાંસદ અર્જુન સિંહના ઘરની બહાર આજે (બુધવારે) સવારે જોરદાર બોમ્બ બ્લાસ્ટ થયો હતો. રાજ્યપાલ જગદીપ ધનખડે ટ્વિટ કરીને આ અંગે માહિતી આપી હતી.

પશ્ચિમ બંગાળથી ભાજપના સાંસદ અર્જુન સિંહના ઘરની બહાર થયો બોમ્બ બ્લાસ્ટ, રાજ્યપાલે ચિંતા વ્યક્ત કરી
પશ્ચિમ બંગાળથી ભાજપના સાંસદ અર્જુન સિંહના ઘરની બહાર થયો બોમ્બ બ્લાસ્ટ, રાજ્યપાલે ચિંતા વ્યક્ત કરી

By

Published : Sep 8, 2021, 12:27 PM IST

  • પશ્ચિમ બંગાળથી ભાજપના સાંસદ અર્જુન સિંહના ઘરની બહાર બોમ્બ બ્લાસ્ટ
  • આજે (બુધવારે) સવારે ભાજપના સાંસદના ઘરની બહાર થયો બોમ્બ બ્લાસ્ટ
  • રાજ્યપાલ જગદીપ ધનખડે ટ્વિટ કરીને આ અંગે માહિતી આપી હતી

કોલકાતાઃ પશ્ચિમ બંગાળથી ભાજપ માટે ચિંતાજનક સમાચાર આવ્યા છે. કારણ કે, ભાજપના સાંસદ અર્જુન સિંહના ઘરની બહાર આજે સવારે બોમ્બ બ્લાસ્ટ થયો હતો. રાજ્યપાલ જગદીપ ધનખડે ટ્વિટ કરીને આ અંગે માહિતી આપી હતી.

રાજ્યપાલ જગદીપ ધનખડે ટ્વિટ કરીને આ અંગે માહિતી આપી

આ પણ વાંચો-શામળાજીમાં ગ્રેનેડથી બ્લાસ્ટ કરનારા આરોપીના ભાઈએ કરી આત્મહત્યા, પરિવારે કહ્યું- પોલીસ સતત દબાણ કરી રહી હતી

આ બ્લાસ્ટે કાયદા વ્યવસ્થા પર પ્રશ્ન ઉભો કર્યોઃ રાજ્યપાલ

રાજ્યપાલ ધનખડે આ ઘટનાની ટીકા કરતા ચિંતા વ્યક્ત કરી છે. તેમણે ટ્વિટર પર લખ્યું હતું કે, પશ્ચિમ બંગાળમાં પ્રચંડ હિંસા થંભવાનો કોઈ સંકેત નથી દેખાઈ રહ્યો. તેમણે ટ્વિટ કર્યું હતું કે, એક સાંસદના ઘરની બહાર બ્લાસ્ટ એ ચિંતાનો વિષય છે. આ કાયદા વ્યવસ્થા પર એક પ્રશ્ન ઉભો કરે છે.

આ પણ વાંચો-ચોંકાવનારો ખુલાસો - અરવલ્લીમાં 4 દિવસ અગાઉ થયેલો બ્લાસ્ટ હેન્ડ ગ્રેનેડના કારણે થયો હતો: જિલ્લા SP

સાંસદની સુરક્ષા સુનિશ્ચિત કરવા રાજ્યપાલે નિર્દેશ કર્યો

આ સાથે જ રાજ્યપાલે રાજ્ય પોલીસને તરત જ કાર્યવાહી કરવા અને સાંસદની સુરક્ષા સુનિશ્ચિત કરવા નિર્દેશ કર્યો છે. તો બીજી તરફ આ ઘટના અંગે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

ABOUT THE AUTHOR

...view details