ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પશ્ચિમ બંગાળના શ્રમપ્રધાન ઝાકિર હુસૈન પર બોમ્બથી હુમલો

પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં નિમિતા રેલવે સ્ટેશન પર રાજ્યના શ્રમ પ્રધાન ઝાકિર હુસૈન પર બોમ્બથી હુમલો થયો હતો. અજાણ્યા હુમલાખોરોએ આ હુમલો કર્યો હતો. આ મામલામાં પ્રધાન ઝાકિર હુસૈન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

પશ્ચિમ બંગાળના શ્રમપ્રધાન ઝાકિર હુસૈન પર બોમ્બથી હુમલો
પશ્ચિમ બંગાળના શ્રમપ્રધાન ઝાકિર હુસૈન પર બોમ્બથી હુમલો

By

Published : Feb 18, 2021, 8:52 AM IST

  • પશ્ચિમ બંગાળમાં પ્રધાન ઝાકિર હુસૈન પર બોમ્બ દ્વારા હુમલો
  • મુર્શિદાબાદ જિલ્લામાં રેલવે સ્ટેશન પર હુમલાખોરો દ્વારા હુમલો કરી ફરાર
  • ઈજાગ્રસ્ત પ્રધાનને કલકત્તાના એક હોસ્પિટલમાં દાખલ કરાયા

કલકત્તા : પોલીસે આ અંગે જણાવતા કહ્યું હતું કે, હુસૈન પર એ સમયે બોમ્બ ફેંકવામાં આવ્યો હતો, જ્યારે તેઓ રાત્રે 10 વાગ્યે કલકત્તા જવા માટે રેલવે સ્ટેશનના એક પ્લેટફોર્મ પર ટ્રેનની રાહ જોઈ રહ્યા હતા. પ્રધાન અને બે અન્ય ઈજાગ્રસ્તોને પહેલા જંગીપૂર સબડિવિઝનલ હોસ્પિટલ અને ત્યારબાદ કલકત્તાના એક હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. પ્રધાન હુસૈનને ગંભીર ઈજા પહોંચી છે.

હુમલાની જાણ થતા પોલીસના વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા

અત્યાર સુધીમાં બંગાળના કોઈ પ્રધાન પર બોમ્બ હુમલો થયો હોય તેવો આ પહેલો કિસ્સો છે. વરિષ્ઠ અધિકારીઓએના નેતૃત્ત્વમાં પોલીસની ટુકડી તરત જ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસ વધુ તપાસ કરી રહી છે.

ABOUT THE AUTHOR

...view details