ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Road Accident: જોધપુરમાં ભયાનક રોડ અકસ્માત, 5 લોકોના કમકમાટી ભર્યા મોત - આજના સમાચાર

જોધપુર (Jodhpur) જિલ્લાના એક ભયાનક રોડ અકસ્માત (Five People Died in Road Accident) માં 5 લોકોના મોત અકસ્માતમાં થયા છે. ડાંગિયાવાસ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જયપુર-જોધપુર હાઇવે પર બોલેરો અને ટ્રેલર (bolero and trailer collision) ની ટક્કર થતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલો જબરદસ્ત હતો કે, 3 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા જ્યારે 2 લોકો હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ પામ્યા હતા.

Accident
Accident

By

Published : Jul 5, 2021, 8:09 AM IST

Updated : Jul 5, 2021, 1:46 PM IST

  • જોધપુરમાં ભયાનક રોડ અકસ્માત
  • અકસ્માત મોડી રાત્રે 2 વાગ્યે જયપુર-જોધપુર રોડ પર થયો હતો
  • 5 લોકોના કમકમાટી ભર્યા મોત

રાજસ્થાન (જોધપુર): ડાંગિયાવાસ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જયપુર-જોધપુર હાઇવે પર બોલેરો અને ટ્રેલર (bolero and trailer collision) ની ટક્કર થતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલો જબરદસ્ત હતો કે, 3 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા જ્યારે 2 લોકો હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ પામ્યા હતા.

આ પણ વાંચો: Accident at Jharkhand: ઝારખંડના ધનબાદમાં પેસેન્જર બસે ટ્રકને મારી ટક્કર, 50 પ્રવાસી ઈજાગ્રસ્ત

જોધપુરમાં ભયાનક રોડ અકસ્માત

ડાંગિયાવાસ પોલીસના જણાવ્યા અનુસાર, અકસ્માત મોડી રાત્રે 2 વાગ્યે જયપુર-જોધપુર રોડ પર થયો હતો જ્યાં એક શૈક્ષણિક સંસ્થા નજીક જઈ રહેલી બોલેરો અને ટ્રેલર વચ્ચે ઘટના થઈ હતી. અકસ્માત સમયે માર્ગ નિર્માણનું કામ ચાલતું હોવાથી ટ્રાફિક વન લેનમાં ચાલી રહ્યો હતો. જેના કારણે બોલેરો રાત્રે ટ્રેઇલર સાથે ધડાકાભેર ટકરાઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે મૃતદેહોને બહાર કાઢવા માટે ખૂબ જ પ્રયત્નો કરવા પડ્યા હતા.

5 લોકોના કમકમાટી ભર્યા મોત

પોલીસના જણાવ્યા અનુસાર, વ્યાવર સદર પોલીસ સ્ટેશન વિસ્તારના લોન્દરી માલગાંવમાં રહેતા 7 લોકો બોલેરોમાં સવાર હતા. જેમાં સુમેર સિંહ (21), રાવતરામ (20), મનોહર (21), જિતેન્દ્ર ઉર્ફે ચીકુ (21), ચંદનસિંહ (22), રાજેશ (22) અને સિકંદર સિંહ હતા. તેમાંથી ડીસીપી ભુવન ભૂષણ યાદવે અકસ્માતમાં 5 ના મોતની પુષ્ટિ કરી છે. આમાં ઈજાગ્રસ્ત થયેલા એક ચંદનની હજી સારવાર ચાલી રહી છે.

આ પણ વાંચો: નડિયાદ નજીક ટ્રક પાછળ ઇકો કાર ઘૂસી જતા સર્જાયો અકસ્માત, 3ના મોત, 5ઇજાગ્રસ્ત

આ પણ વાંચો: નડિયાદ નજીક ટ્રક પાછળ ઇકો કાર ઘૂસી જતા સર્જાયો અકસ્માત, 3ના મોત, 5ઇજાગ્રસ્ત

આ પણ વાંચો: જૂઓ મુંબઈ-પુણે એક્પ્રેસ-વે પરના અકસ્માતનો હૃદય કંપાવી નાખે તેવો વીડિયો...

Last Updated : Jul 5, 2021, 1:46 PM IST

ABOUT THE AUTHOR

...view details