ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કાબુલની મસ્જિદમાં બોંબ બ્લાસ્ટ, ઉત્તર અફઘાનિસ્તાનમાં ISના બોંબમારામાં 9 નાં મોત - બોંબ વિસ્ફોટ અફઘાનિસ્તાન

બુધવારે તાલિબાને અફઘાનિસ્તાનને હચમચાવીને (Blast in Afghanistan 2022) મૂકી દીધું હતું. જેમાં અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં આવેલી એક મસ્જિદમાં બ્લાસ્ટ (Big Blast in Mosque) થયો હતો. જેમાં પાંચ ભાવિકોના મોત નીપજ્યા છે. જ્યારે અફઘાનિસ્તાનના ઉત્તર પ્રાંતમાં ત્રણ બોંબ (Bomb Blast in North Province Afghanistan) વિસ્ફોટ થયા છે. જેમાં કુલ નવ પ્રવાસીઓના મૃત્યુ થયા છે. આતંકી ગ્રૂપ ઈસ્લામિક સ્ટેટે મિનીવેનમાં થયેલા બોંબ વિસ્ફોટની જવાબાદારી સ્વીકારી છે.

કાબુલની મસ્જિદમાં બોંબ બ્લાસ્ટ, ઉત્તર અફઘાનિસ્તાનમાં ISના બોંબમારામાં 9 નાં મોત
કાબુલની મસ્જિદમાં બોંબ બ્લાસ્ટ, ઉત્તર અફઘાનિસ્તાનમાં ISના બોંબમારામાં 9 નાં મોત

By

Published : May 26, 2022, 4:27 PM IST

કાબુલ: કાબુલની હોસ્પિટલના એક અધિકારીએ કહ્યું હતું કે, મસ્જિદમાં થયેલા બ્લાસ્ટમાં (Big Blast in Afghanistan) લોકોને ગંભીર ઈજા પહોંચી છે જ્યારે પાંચ વ્યક્તિઓના મોત નીપજ્યા છે. કાબુલમાંથી તાલિબાન પોલીસ પ્રવક્તા ખાલિદ જાદરાનના રીપોર્ટ અનુસાર હજરત જકારિયા મસ્જિદમાં થયેલા બોંબ વિસ્ફોટ (Blast in Afghanistan Mosque) અંગે વધારે કોઈ માહિતી મળી નથી. જાદરાને એવું પણ ઉમેર્યું કે, જ્યારે લોકો સાંજે નમાજ અદા કરવા માટે મસ્જિદમાં (Big Blast in Mosque) અંદર બેઠા હતા. ત્યારે આ ઘટના બની હતી.

આ પણ વાંચો:રાજ ઠાકરેના નિવેદન બાદ અફઝલ ખાનની કબર પર વધારી દેવામાં આવી સુરક્ષા

વાહનમાં વિસ્ફોટક:જ્યારે બલ્ખ પ્રાંતમાં તાલિબાન તરફથી નિયુક્ત થયેલા પ્રવક્તા મોહમ્મદ આસિફ વજીરીના રીપોર્ટ અનુસાર વાહનની અંદર વિસ્ફોટક ડિવાઈસ મૂકાયા હતા. એ પછી ઉત્તર પ્રાંતના શહેર મજાર એ શરીફમાં આવેલા મિનીવૈનને ટાર્ગેટ કરવામાં આવ્યા છે. આ વિસ્ફોટમાં કુલ નવ લોકો માર્યા ગયા છે. જ્યારે કુલ 15 ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. મજાર એ શરીફમાં તમામ જે પીડિતો છે એ દેશના લઘુમતી કોમના શિયા મસ્લિમ છે. એક પોલીસ અધિકારીએ મીડિયાને નામ ન દેવાની શરતે આ વાત કહી હતી. ISની જવાબદારીનો દાવો સુન્ની આંતકવાદી ગ્રૂપની આમક સમાચાર એજન્સીએ પોસ્ટ કર્યો હતો. નિવેદનમાં એવું પણ સ્પષ્ટ થયું કે,ISએ તાત્કાલિક વિસ્ફોટ થાય એવા ડિવાઈસથી ત્રણ બસને ટાર્ગેટ કર્યો હતો.

આ પણ વાંચો:સાવજને સળી કરવી ભારે પડી: સિંહે ઝૂકીપરની આંગળી જ ફાડી નાખી, જૂઓ વીડિયો..

આવું છે જોખમ:કાબુલની મસ્જિદમાં જે વિસ્ફોટ થયો છે એની કોઈએ જવાબદારી લીધી નથી. આ અંગે કોઈએ દાવો નથી કર્યો. 2014થી અફઘાનિસ્તાનમાં સક્રિય રહેલા IS-સંબંધિત સંગઠનને દેશના નવા તાલિબાન શાસકો સામે સૌથી મોટા સુરક્ષા પડકાર તરીકે જોવામાં આવે છે. ગયા ઓગસ્ટમાં કાબુલ અને દેશના અન્ય સ્થળોએ સત્તા પર કબજો મેળવ્યા પછી, તાલિબાને પૂર્વી અફઘાનિસ્તાનમાં આઈએસના હેડક્વાર્ટર સામે મોટાપાયે કાર્યવાહી શરૂ કરી છે.

ABOUT THE AUTHOR

...view details