ગુજરાત

gujarat

ETV Bharat / bharat

બેંગ્લૂરુમાં ખેડૂત નેતા રાકેશ ટિકૈતનો ખરો ફજેતો થયો - ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈત

કર્ણાટકના બેંગલુરુમાં ખેડૂત નેતાઓ રાકેશ ટિકૈત અને યુદ્ધવીર સિંહ પર શાહી ફેંકવામાં આવી હતી. તેઓ અહીં એક કાર્યક્રમમાં હાજરી આપવા આવ્યાં હતાં. જે દરમિયાન તેઓ મીડિયા સાથે વાત કરી રહ્યાં હતાં. ત્યારે ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈત પર કાળી શાહી ફેંકવામાં ( Black ink thrown at Bhartiya Kisan Union leader Rakesh Tikait) આવી હતી.

બેંગ્લૂરુમાં ખેડૂત નેતા રાકેશ ટિકૈતનો ખરો ફજેતો થયો
બેંગ્લૂરુમાં ખેડૂત નેતા રાકેશ ટિકૈતનો ખરો ફજેતો થયો

By

Published : May 30, 2022, 3:02 PM IST

સોમવારે એક કાર્યક્રમમાં હાજરી આપવા કર્ણાટક પહોંચેલા ખેડૂત નેતાઓ રાકેશ ટિકૈત અને યુદ્ધવીરસિંહ પર કાળી શાહી ફેંકવામાં આવી ( Black ink thrown at Bhartiya Kisan Union leader Rakesh Tikait) હતી. આ ઘટના તે સમયે બની જ્યારે બંને ખેડૂત નેતાઓ સ્ટિંગ ઓપરેશનના વીડિયો પર સ્પષ્ટતા આપી રહ્યાં હતાં. કર્ણાટકના ખેડૂત નેતા કોડીહલ્લી ચંદ્રશેખર પૈસા માંગતા (Kodihalli Chandrasekhar Sting a farmer leader from Karnataka) પકડાયાં હતાં. રાકેશ ટિકૈત અને યુદ્ધવીર પ્રેસને સંબોધતા સ્પષ્ટતા કરી રહ્યાં હતાં કે તેઓ શાામેલ નથી અને ખેડૂત નેતા કોડીહલ્લી ચંદ્રશેખર સામે કાર્યવાહી થવી જોઈએ.

આ પણ વાંચોઃ ખેડૂત આંદોલન નેતા રાકેશ ટિકૈત આપશે તેણંગાણાના ખેડૂતોનો સાથ, કેન્દ્ર સરકાર સામે કરશે ઘરણા

ખુરશીઓ પણ ઉછળી -પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કેટલાક લોકોએ ઝઘડો શરૂ કર્યો અને ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈત પર કાળી શાહી ફેંકવામાં આવી હતી. એટલું જ નહીં, ખુરશીઓ પણ ફેંકવાનું શરૂ કર્યું. ટિકૈતના કહેવા પ્રમાણે ખેડૂત નેતા ચંદ્રશેખરના (Kodihalli Chandrasekhar Sting a farmer leader from Karnataka)સમર્થકો દ્વારા શાહી ફેંકવામાં ( Black ink thrown at Bhartiya Kisan Union leader Rakesh Tikait) આવી હતી. રાકેશ ટિકૈતે આ ઘટના માટે રાજ્યની ભાજપ સરકારને જવાબદાર ઠેરવી છે. ટિકૈતે કહ્યું કે પર્યાપ્ત પોલીસ સુરક્ષાના અભાવે આવું થયું. તેમણે કહ્યું કે સ્થાનિક પોલીસ દ્વારા સુરક્ષા આપવામાં આવી નથી.

આ પણ વાંચોઃ ખેડૂત નેતા રાકેશ ટિકૈતને ફોન પર મળી ધમકી, નોંધાવી પોલીસ ફરિયાદ

આંતરિક કલહ વધ્યો છે- આપને જણાવીએ કે દિલ્હીમાં ગાઝીપુર બોર્ડર પર વર્ષભરના ખેડૂતોના વિરોધ દરમિયાન (BKU) નેતા રાકેશ ટિકૈત મોખરે હતાં. જો કે, BKU સંસ્થા આંતરિક ઝઘડા સાથે કામ કરી રહી હોવાના અહેવાલ છે. રાકેશ ટિકૈત પર સ્વ.ચૌધરી મહેન્દ્રસિંહ ટિકૈતની વિચારધારાથી ભટકવાનો આરોપ છે. ભારતીય કિસાન સંઘ તાજેતરમાં 'વાસ્તવિક' સંગઠન હોવાનો દાવો કરતા અલગ જૂથ સાથે વિભાજિત થયો છે. વિશેષ ટીમે રાજેશ ચૌહાણને નવા વડા તરીકે નિયુક્ત કર્યા છે.

ABOUT THE AUTHOR

...view details