- હરિયાણા સરકારે લીધો નિર્ણય
- બ્લેક ફંગસના રોગને જાહેર કર્યો નોટિફાઈડ રોગ
- ત્વરિત સારવાર અને સલાહ માર્ગદર્શન ઝડપી બનશે
ચંડીગઢઃ હરિયાણા સરકારે બ્લેક ફંગસને એક સૂચિત રોગ તરીકે જાહેર કર્યો છે. હવે, બ્લેક ફંગસના દર્દી મળ્યાં પછી, ડૉક્ટર જિલ્લાના સીએમઓને રિપોર્ટ કરશે. રોહતકની પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન્સ્ટિટ્યૂટના વરિષ્ઠ ડોકટરો તેની સારવાર માટે કોરોના સાથે કામ કરતાં રાજ્યના તમામ ડોકટરો સાથે વીડિયો કોન્ફરન્સ કરશે.હરિયાણાના ગૃહપ્રધાન અનિલ વિજે ટ્વીટ કરીને આ માહિતી આપી છે. આપને જણાવીએ કે મે મહિનામાં હરિયાણામાં બ્લેક ફંગસના 30થી વધુ કેસ નોંધાયા છે. હરિયાણાના ફરીદાબાદમાં બ્લેક ફંગસના 6 કેસ નોંધાયા છે. ગુરુગ્રામમાં 12 થી 14 કેસ નોંધાયા છે.રોહતકમાં આ રોગના 6 કેસ નોંધાયા છે. જ્યારે ફતેહાબાદ, કરનાલ અને રોહતકમાં બે કેસ નોંધાયા છે.
આ પણ વાંચોઃ રાજ્યમાં કોરોના સાથે મ્યુકોરમાઈકોસિસનું સંકટ, જાણો શું છે આ બીમારી