ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ગાઝીપુર બોર્ડર પરથી બેરિકેડીંગ હટાવતા BKU ગભરાઈ, ખેડૂતોને જલ્દી બોર્ડર પર પહોંચવાની કરી અપીલ - બેરિકેડિંગ હટાવ્યા

ગાઝીપુર બોર્ડર (Ghazipur Border) પરથી બેરિકેડિંગ હટાવ્યા બાદ અફવાઓ ચાલુ થઈ હતી. આ દરમિયાન BKUએ નિવેદન આપ્યું હતું કે મોરચો જેમ છે તેમ ચાલુ રહેશે. આ સાથે જ તેમણે ખેડૂતોને અપીલ કરી છે કે વધુમાં વધુ ખેડૂતો ગાઝીપુર બોર્ડર પર પહોંચે અને આંદોલનને (Farmers Protest ) મજબૂત કરે.

ગાઝીપુર બોર્ડર પરથી બેરિકેડીંગ હટાવતા BKU ગભરાઈ
ગાઝીપુર બોર્ડર પરથી બેરિકેડીંગ હટાવતા BKU ગભરાઈ

By

Published : Oct 29, 2021, 9:15 PM IST

  • ગાઝીપુર બોર્ડર પરથી બેરિકેડિંગ હટાવી દેવામાં આવ્યા
  • શુક્રવાર સવારે ટિકરી બોર્ટર પરથી પણ બેરિકેડિંગ હટાવાયા હતા
  • BKU એ તમામ ખેડૂતોને ગાઝીપુર બોર્ડર પહોંચવાની કરી અપીલ

નવી દિલ્હીઃટિકરી બાદ હવે ગાઝીપુર બોર્ડર (Ghazipur Border) પરથી બેરિકેડિંગ હટાવી દેવામાં આવ્યા છે. આશા છે કે ટૂંક સમયમાં ગાઝિયાબાદથી દિલ્હીનો રસ્તો ખુલ્લો થઈ શકે છે. હાલમાં આ રસ્તા પર ખેડૂતો કૃષિ કાયદા (Farmers Protest )પરત લેવા માટે મહિનાઓથી વિરોધ કરી રહ્યા છે.

ગાઝીપુર બોર્ડર પરથી બેરિકેડિંગ હટાવ્યા

ભારતીય કિસાન યુનિયને એક નિવેદન જાહેર કહ્યું છે કે, પોલીસે ગાઝીપુર બોર્ડર પરથી બેરિકેડિંગ હટાવ્યા બાદ તમામ અફવાઓ ચાલી રહી છે. આ અંગે ભારતીય કિસાન યુનિયન સ્પષ્ટ કરવા માંગે છે કે, મોરચો જેમ છે તેમ ચાલુ રહેશે. ફ્રન્ટ પર કોઈ ફેરફાર નથી. પોલીસે 26 જાન્યુઆરી પછી રસ્તો બ્લોક કરી દીધો હતો. સુપ્રીમ કોર્ટમાં મોરચાના એફિડેવિટ બાદ દિલ્હી પોલીસ પોતાની ભૂલ સુધારી રહી છે. મોરચો જે રીતે હતો તે રીતે ચાલુ રહેશે. ગાઝીપુર બોર્ડર પર મોટી સંખ્યામાં ખેડૂતો હાજર છે.

આંદોલનને મજબૂત કરવાની અપીલ

આ સાથે ભારતીય કિસાન યુનિયન દ્વારા ખેડૂતોને વધુમાં વધુ સંખ્યામાં ગાઝીપુર બોર્ડર પર પહોંચવા અને આંદોલનને મજબૂત કરવાની અપીલ કરવામાં આવી છે. દરરોજ આંદોલન વિરુદ્ધ ષડયંત્ર થઈ રહ્યું છે. આપણે દરેક ષડયંત્ર સામે તૈયાર રહેવું પડશે.

આ પણ વાંચો:

ABOUT THE AUTHOR

...view details