ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પશ્ચિમ બંગાળ: ભાજપ કાર્યકરના ઘરે હુમલો કરી માતાને માર માર્યો, કેસ દાખલ - TMC કાર્યકર્તા

પશ્ચિમ બંગાળમાં ભાજપના કાર્યકર્તાઓ પર હુમલાઓ રોકાઈ રહ્યા નથી. ત્યારે શનિવારે ભાજપ કાર્યકર્તાના ઘરે હુમલો કરવામાં આવ્યો હતો અને તેની માતાને માર મારવામાં આવ્યો હતો. TMC કાર્યકર્તા પર આરોપો લગાવવામાં આવ્યા છે તેમજ પોલીસે કેસ નોંધ્યો છે.

પશ્ચિમ બંગાળ
પશ્ચિમ બંગાળ

By

Published : Feb 28, 2021, 7:01 PM IST

Updated : Feb 28, 2021, 7:14 PM IST

  • પશ્ચિમ બંગાળમાં ભાજપના કાર્યકર્તાઓ પર હુમલાઓ રોકાઈ રહ્યા નથી
  • TMC કાર્યકર્તાએ ભાજપના કાર્યકર્તા પર હુમલો કર્યો
  • સમગ્ર ઘટના અંગે પોલીસે કેસ કર્યો દાખલ

કોલકાતા: પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે, ત્યારે કાર્યકર્તાઓ વચ્ચે હુમલાઓ પણ વધી રહ્યા છે.

પશ્ચિમ બંગાળમાં ભાજપના કાર્યકર્તાઓ પર હુમલાઓ રોકાઈ રહ્યા નથી

પશ્ચિમ બંગાળના ઉત્તર પરગણામાં પણ આવો જ એક કિસ્સો જોવા મળ્યો છે. અહીં ભાજપના કાર્યકર્તાના ઘર પર હુમલો કરીને વૃદ્ધ મહિલાની એવી રીતે માર મારવામાં આવ્યો કે તે બરાબર રીતે બોલી પણ શકતી નહોંતી. TMC કાર્યકર્તા પર આરોપો લગાવવામાં આવ્યા છે.

TMCના કાર્યકરો ઘરમાં ઘૂસી ગયા હતા અને તેની માતા પર હુમલો કર્યો

ભાજપના કાર્યકર્તા ગોપાલ મજુમદારે TMC કાર્યકર્તા પર હુમલો કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, શનિવારે TMCના કાર્યકરો ઘરમાં ઘૂસી ગયા હતા અને તેની માતા પર હુમલો કર્યો હતો.

પોલીસે સમગ્ર ઘટના અંગે કેસ દાખલ કર્યો છે

સમગ્ર ઘટના અંગે વૃદ્ધ મહિલા કહે છે, 'તેઓએ મારા માથા અને ગળા પર હુમલો કર્યો હતો. આટલું જ નહીં, મને મુક્કા પણ માર્યા હતા. વૃદ્ધાએ કહ્યું કે 'મને ડર છે કારણ કે તેઓએ ધમકી આપી હતી કે તેઓ આ વિશે કોઈને ન કહે.' હાલમાં પોલીસે સમગ્ર ઘટના અંગે કેસ દાખલ કર્યો છે.

બંગાળમાં વિધાનસભાની ચૂંટણીઓ આઠ તબક્કામાં યોજાશે

ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ બંગાળમાં આગામી વિધાનસભાની ચૂંટણી માટે ચૂંટણી પંચે તારીખોની પણ ઘોષણા કરી દીધી છે. બંગાળમાં વિધાનસભાની ચૂંટણીઓ આઠ તબક્કામાં યોજાશે, પરિણામ 2 મેના રોજ આવશે.

Last Updated : Feb 28, 2021, 7:14 PM IST

ABOUT THE AUTHOR

...view details