નવી દિલ્હી:દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે ફરી એકવાર ભાજપ સરકાર પણ સણસણતા આક્ષેપ કર્યા છે. કેજરીવાલે કહ્યું કે, ભાજપ મારી ધરપકડ કરવા માંગે છે. તેમણે કહ્યું કે શા માટે મને લોકસભાની ચૂંટણી પહેલા જ બોલાવવામાં આવ્યો છે. મનીષ સિસોદિયા, સંજયસિંહે ભાજપમાં જોડાવાની ના પાડી, તેથી તે આજે જેલમાં છે.
arvind kejriwal on Bjp: ભાજપ મારી ધરપકડ કરવા માંગે છે: અરવિંદ કેજરીવાલ - દિલ્હી ન્યૂઝ
દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે ફરી ભાજપ સરકાર પર મોટો શાબ્દિક હુમલો કર્યો છે, કેજરીવાલે ભાજપ સરકાર પર આરોપ મુકતા જણાવ્યું હતું કે, ભાજપ મારી ધરપકડ કરવા માંગે છે.
Published : Jan 4, 2024, 1:21 PM IST
કેજરીવાલનો આક્રોશ: મહત્વપૂર્ણ છે કે, દિલ્હી શરાબ કૌભાંડ મામલે ED દ્વારા મોકલવામાં આવેલા ત્રીજા સમન્સ પર પણ બુધવારે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ પૂછપરછ માટે ગયા ન હતા. ત્યાર બાદ બુધવારે મોડી રાત્રે આમ આદમી પાર્ટીના કેટલાંક નેતાઓ અને મંત્રીઓ દ્વારા સીએમ અરવિંદ કેજરીવાલની ED દ્વારા ધરપકડનો ભય વ્યક્ત કરવામાં આવ્યો છે. અને આ મામલે આજે સવારે એક વીડિયો દ્વારા તેમણે જનતાને પોતાનો સંદેશ પહોંચાડ્યો જેમાં તેમણે ભાજપ સરકાર સામે આક્રોશ વ્યક્ત કર્યો.
શું કહ્યું કેજરીવાલે ? મામલે આજે અરવિંદ કેજરીવાલે એક 'X' પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેઓ ભાજપ સરકાર પર સણસણતા પ્રહાર કરી રહ્યાં છે. કેજરીવાલે પોતાના વીડિયો સંદેશમાં કહ્યું કે, 'શરાબ કૌભાંડ... છેલ્લાં 2 વર્ષથી આપે આ શબ્દ અસંખ્ય વખત સાંભળ્યો હશે, બે વર્ષથી ભાજપની તમામ એજન્સીઓ ઘણી રેડ પાડી ચુકી છે અને ઘણા લોકોની ધરપકડ કરી ચુકી છે પરંતુ અત્યાર સુધીમાં એક પણ પૈસાની ગડબડ ક્યાંય જોવા મળી નથી ક્યાંય થી પણ એક પૈસો મળ્યો નથી, જો ખરેખર ભ્રષ્ટાચાર થયો છે તો એટલાં કરોડો રૂપિયા ક્યા ગયા ? શું બધા પૈસા હવામાં ગાયબ થઈ ગયા ? સત્ય એ છે કે કોઈપણ પ્રકારનો ભ્રષ્ટાચાર થયો જ નથી અને જો થયો હોત તો પૈસા પણ મળી આવત. આવા ઘણા બનાવટી કેસ ઉભા કરીને ભાજપ સરકારે આમ આદમી પાર્ટીના અનેક લોકોને જેલમાં પુર્યાં છે.કોઈપણ સામે કોઈ પુરાવા નથી કંઈપણ સાબીત થઈ રહ્યું નથી અને ખુલ્લેઆમ ગુંડાગીરી ચાલી રહી છે કોઈપણ પકડીને જેલમાં નાખી દો. હવે ભાજપ મને પકડવા માંગે છે, મારી સૌથી મોટી સંપત્તી અને મારી સૌથી મોટી તાકત મારી ઈમાનદારી છે, ખોટા આરોપી લગાવીને સમન્સ મોકલીને તેઓ મને બદનામ કરવા માંગે છે, મારી ઈમાનદારી પર ઘા કરવા માંગે છે. તેમણે મને સમન્સ પાઠવ્યું છે, મારા વકીલોએ મને જણાવ્યું છે કે, આ સમન્સ ગેરકાનુની છે, કેમ ગેરકાયદે છે ? તે અંગે મે તેમણે વિસ્તારથી લખ્યું છે. પરંતુ તેમણે મારી એકપણ વાતનો જવાબ ન આપ્યો'