ગુજરાત

gujarat

By

Published : Jan 23, 2022, 1:10 PM IST

Updated : Jan 23, 2022, 1:53 PM IST

ETV Bharat / bharat

BJP TMC SUPPORTERS CLASH : BJP અને TMC સમર્થકો વચ્ચે ઘર્ષણ, ગાર્ડે કર્યું ફાયરિંગ

પશ્ચિમ બંગાળમાં નેતાજી સુભાષ ચંદ્ર બોઝની 125મી જન્મજયંતીની (125th Birthday of Subhash Chandra Bose) ઉજવણી કરવમાં આવી રહી છે.ત્યારે પ્રતિમાને પુષ્પાંજલિ આપવાને લઈને ભારતીય જનતા પાર્ટી અને તૃણમૂલ કોંગ્રેસના સમર્થકો વચ્ચે ઘર્ષણ (BJP TMC SUPPORTERS CLASH) સર્જાયું હતું. જેમાં બીજેપીના ગાર્ડે હવામાં ફાયરિંગ કર્યું (BJP guards fired into air) હતું.

BJP TMC SUPPORTERS CLASH
BJP TMC SUPPORTERS CLASH

કોલકાતા:પશ્ચિમ બંગાળમાં નેતાજી સુભાષ ચંદ્ર બોઝની પ્રતિમાને પુષ્પાંજલિ આપવાને લઈને ભારતીય જનતા પાર્ટી અને તૃણમૂલ કોંગ્રેસના સમર્થકો વચ્ચે ઘર્ષણ (BJP TMC SUPPORTERS CLASH) સર્જાયું હતું. બીજેપી સાંસદે દાવો કર્યો છે કે, તેનો જીવ જોખમમાં હતો. તેણે કહ્યું કે, તેના ગાર્ડે હવામાં ફાયરિંગ કર્યું (BJP guards fired into air) હતું, આથી તેનો જીવ બચી શક્યો. ભાજપના સમર્થકોનું કહેવું છે કે, અથડામણ છતાં પોલીસ સમયસર પહોંચી ન હતી.

ભાજપ અને TMC સમર્થકો વચ્ચે ઉગ્ર અથડામણ

પશ્ચિમ બંગાળમાં ભાજપ અને TMC સમર્થકો વચ્ચે ઉગ્ર અથડામણના (BJP TMC SUPPORTERS CLASH) સમાચાર આવ્યા છે. આ દરમિયાન એવું કહેવામાં આવી રહ્યું છે કે, બીજેપી સાંસદના જીવને ખતરો છે. આ સમગ્ર ઘટના નેતાજી સુભાષ ચંદ્ર બોઝની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ દરમિયાન સામે આવ્યું છે.

પોલીસ પર ઉઠ્યો પ્રશ્નો

ભાટપરામાં પ્રકાશમાં આવેલા આ ઘટના સંદર્ભે પોલીસની ભૂમિકા પર સવાલો ઉઠી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, જ્યારે હંગામો થઈ રહ્યો હતો, ત્યારે દૂર-દૂર સુધી કોઈ પોલીસ ન હતી, જ્યારે શહેરમાં નેતાજીની જન્મજયંતિ નિમિત્તે સાંસદના કાર્યક્રમથી સૌ કોઈ વાકેફ હતા.

ગાર્ડે સાંસદનો જીવ બચાવવા ફાયરિંગ કર્યું

બીજેપી સમર્થકોનું કહેવું છે કે જાણ કરવા છતાં પોલીસ સમયસર પહોંચી ન હતી, કારણ કે હંગામો વધી ગયો હતો, તેમના ગાર્ડે સાંસદનો જીવ બચાવવા ફાયરિંગ કરવું પડ્યું હતું.

મારા પર હુમલો કરવાનો પ્રયાસઃ સાંસદ

આ સમગ્ર ઘટના દરમિયાન ઈંટ-પથ્થરથી હુમલાના સમાચાર આવ્યા હતા. અથડામણ બાદ સાંસદને કોઈક રીતે સ્થળ પરથી દૂર લઈ ગયા હતા. જે બાદ તેણે કહ્યું કે,TMC સમર્થકોએ તેના પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. સાંસદ અર્જુન સિંહે કહ્યું, 'મને નેતાજીની પ્રતિમાને માળા ચઢાવવાથી રોકવામાં આવ્યો હતો. મારા ગાર્ડે અનેક રાઉન્ડ ફાયરિંગ કર્યા બાદ હુમલાખોરો પાછા હટી ગયા હતા.

આ પણ વાંચો:

125th birth anniversary of Netaji: વડાપ્રધાન મોદી ઈન્ડિયા ગેટ પર કરશે સુભાષચંદ્ર બોઝની પ્રતિમાનું ઉદ્ઘાટન

Exclusive : ગુજરાતમાં ખેલા હોબે દિવસની ઉજવણી માટે TMC દ્વારા માગવામાં આવી મંજૂરી

Last Updated : Jan 23, 2022, 1:53 PM IST

ABOUT THE AUTHOR

...view details