નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટી (BJP)એ રવિવારે એક ચર્ચા દરમિયાન પયગંબર મોહમ્મદ પર વિવાદાસ્પદ ટિપ્પણી કરવાના મામલે મોટી કાર્યવાહી કરી છે. ભાજપે પ્રવક્તા નુપુર શર્મા (BJP suspends nupur and navin) અને સાંસદ નવીન જિંદાલને પ્રાથમિક સભ્યપદમાંથી સસ્પેન્ડ (Nupur Sharma Naveen Jindal supended) કરી દીધા છે.
આ પણ વાંચો:આધુનિક "ચા વાળા કાકા" સોલાર પેનેલથી ચલાવે છે ચાની લારી, મહિને આટલી બચત
નુપુર શર્મા પર કાર્યવાહી પહેલા બીજેપી મહાસચિવ અરુણ સિંહ તરફથી નિવેદનમ (Arun sinh statement) જારી કરવામાં આવ્યું હતું. તેમાં કહેવામાં આવ્યું છે કે, પાર્ટી તમામ ધર્મોનું સન્માન કરે છે. માનવામાં આવે છે કે, નુપુર શર્માના નિવેદનને કારણે ઘણા મુસ્લિમ દેશોમાં ભારે નારાજગી જોવા મળી હતી. તેઓ ઈચ્છતા હતા કે, ભાજપ તેમના પર કાર્યવાહી કરે.
મોહમ્મદ પેગંબર પર ટિપ્પણી: ભાજપે નુપુર શર્માને પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યા, નવીન જિંદાલની પણ હકાલપટ્ટી
આ પણ વાંચો:એક સાથે 6 કિશોરી અને એક મહિલા ડૂબી જતા સોપો પડી ગયો
નુપુર શર્માની સાથે પાર્ટીએ નવીન કુમાર જિંદાલને પણ પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી સસ્પેન્ડ કરી દીધા છે. નવીન કુમાર જિંદાલ દિલ્હી બીજેપીના મીડિયા હેડ છે.
મોહમ્મદ પેગંબર પર ટિપ્પણી: ભાજપે નુપુર શર્માને પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યા, નવીન જિંદાલની પણ હકાલપટ્ટી