- કોવિડ -19 પ્રોટોકોલનું ધરણા દરમિયાન કડક પાલન કરવામાં આવશે
- ભાજપના નેતાઓએ પશ્ચિમ બંગાળમાં પાર્ટીના કાર્યકર્તાઓને નિશાન બનાવવા વિરુદ્ધ મંગળવારે વિવિધ શહેરોમાં દેખાવો કર્યા હતા
- છેલ્લા કેટલાક દિવસોમાં બે મહિલાઓ પર ગેંગરેપ કરવામાં આવ્યો હતો અને 11 લોકો માર્યા ગયા હતા
નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટી (બીજેપી)એ આજે બુધવારે એટલે કે પશ્ચિમ બંગાળમાં હિંસા સામે દેશવ્યાપી વિરોધની જાહેરાત કરી છે. ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડાએ કહ્યું હતું કે, "પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પછીની વ્યાપક હિંસાએ દેશના ભાગલા વખતે લોકોને થતા અત્યાચારોની યાદ અપાવી છે." તે જ સમયે, ભાજપના નેતાઓએ પશ્ચિમ બંગાળમાં પાર્ટીના કાર્યકર્તાઓને નિશાન બનાવવા વિરુદ્ધ મંગળવારે વિવિધ શહેરોમાં દેખાવો કર્યા હતા.
આ પણ વાંચોઃપશ્ચિમ બંગાળમાં ચૂંટણી બાદ હિંસા, ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ પીડિત પરિવારોને મળ્યા
મમતા બેનર્જીના મુખ્યપ્રધાન પદ દરમિયાન બંગાળમાં મહિલાઓએ અત્યાચારનો સામનો કરવો પડ્યો છે
નડ્ડાએ આરોપ લગાવ્યો હતો કે, છેલ્લા કેટલાક દિવસોમાં બે મહિલાઓ પર ગેંગરેપ કરવામાં આવ્યો હતો અને 11 લોકો માર્યા ગયા હતા. તેમણે કહ્યું હતું કે, મમતા બેનર્જીના મુખ્યપ્રધાન પદ દરમિયાન બંગાળમાં મહિલાઓએ સૌથી વધુ અત્યાચારનો સામનો કરવો પડ્યો છે.
હિંસામાં એક મહિલા સહિત તેના છ કાર્યકરો અને ટેકેદારો માર્યા ગયા છે
નડ્ડાએ કહ્યું કે, આ બધા વિરુદ્ધ કાર્યવાહી કરવાના બદલે તેમણે ફરી એક વખત પોતાનું તૃષ્ટીકરણ, ગેરવસૂલી અને તાનાશાહીની નીતિઓ શરૂ કરી દીધી છે. ભાજપે દાવો કર્યો છે કે, ટીએમસી દ્વારા કરવામાં આવેલી હિંસામાં એક મહિલા સહિત તેના છ કાર્યકરો અને ટેકેદારો માર્યા ગયા છે. ટીએમસીએ દાવો કર્યો છે કે, હિંસક ઘટનાઓમાં તેના ત્રણ સમર્થકો માર્યા ગયા છે.
ભાજપના કાર્યકરો પરના આક્ષેપિત હુમલાના વિરોધમાં ઉત્તર પ્રદેશમાં ધરણા કરાશે
પશ્ચિમ બંગાળમાં હિંસા અને અગ્નિદાહ વચ્ચે નડ્ડા ભાજપના કાર્યકરો સાથે એકતા દર્શાવવા રાજ્ય પહોંચ્યા હતા. ભાજપનો આરોપ છે કે, રાજ્યમાં થયેલી હિંસામાં તેના ઘણા સભ્યોની હત્યા કરવામાં આવી છે. તે જ સમયે, 5મે બુધવારે ભારતીય જનતા પાર્ટી પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરો દ્વારા ભાજપના કાર્યકરો પરના આક્ષેપિત હુમલાના વિરોધમાં ઉત્તર પ્રદેશમાં ધરણા કરાશે.
ધરણા સમયે 20થી વધુ લોકો એકઠા નહીં થાય
ઉત્તર પ્રદેશમાં ભાજપના પ્રદેશ મીડિયા પ્રભારી મનીષ દીક્ષિતે જણાવ્યું હતું કે, પાર્ટીના પ્રદેશ પ્રમુખ સ્વતંત્ર દેવ સિંહ લખનઉમાં તેમના નિવાસ સ્થાને ધરણા પર બેસશે. દિક્ષિતે કહ્યું કે, પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડાની સૂચના મુજબ દેશભરમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે અને રાજ્યમાં મંડળ કક્ષાએ ધરણા થશે. તેમણે માહિતી આપી હતી કે, કોવિડ -19 પ્રોટોકોલનું ધરણા દરમિયાન કડક પાલન કરવામાં આવશે અને ધરણા સમયે 20થી વધુ લોકો એકઠા નહીં થાય.
ભાજપના કાર્યકર્તાઓને સતત હિંસા, મારપીટ, તોડફોડ કરવી, હત્યા કરવામાં આવી રહી છે
સિંહે એક નિવેદનમાં આરોપ લગાવ્યો હતો કે, પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામો પછી મમતા બેનર્જીના સંરક્ષણમાં તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરો, ઉપદ્વવિયો અને ગુંડાઓ દ્વારા ભાજપના કાર્યકર્તાઓને સતત હિંસા, મારપીટ, તોડફોડ કરવી, હત્યા કરવામાં આવી રહી છે.
આ પણ વાંચોઃબંગાળમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ હિંસાનો ભોગ બનેલા ભાજપના કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરશે
તૃણમુલ કોંગ્રેસની આ ગુંડાગીરીમાં પાર્ટીના હજારો કાર્યકર્તાઓ ઘાયલ થયા છે
તેમણે કહ્યું કે હતું કે, ભાજપના કાર્યકરો, તેમના ઘરો અને મથકો અને પાર્ટી કચેરીઓને તૃણમૂલ કોંગ્રેસના આશ્રય હેઠળ પસંદગીના લક્ષ્યાંક બનાવવામાં આવી રહ્યા છે. તેમણે દાવો કર્યો હતો કે, તૃણમુલ કોંગ્રેસની આ ગુંડાગીરીમાં પાર્ટીના હજારો કાર્યકર્તાઓ ઘાયલ થયા છે અને ઘણા લોકો માર્યા ગયા છે. તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરોની આ કાર્યવાહી લોકશાહીના નામે કલંક છે, જેની સામે પક્ષ 5 મેના રોજ સમગ્ર રાજ્યમાં ધરણા કરશે.