નવી દિલ્હી:મોદી સરનેમ માનહાનિ કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે સુરત સેશન્સ કોર્ટમાં સજા વિરુદ્ધ અરજી દાખલ કરશે. સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે બપોરે 2 વાગ્યે રાહુલ કોંગ્રેસના તમામ નેતાઓ સાથે કોર્ટમાં પહોંચશે. આ પહેલા ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. પ્રેસ કોન્ફરન્સને સંબોધતા ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું કે, કોંગ્રેસ આ અપીલ સામે ખેલ ખેલવા જઈ રહી છે.
આ પણ વાંચોઃRahul Gandhi Appeal : રાહુલના કેસને લઈને નેતાઓના અનોખા નિવેદનો, દેશમાંથી કોંગ્રેસીઓનો સુરતમાં ખડકલો
રાહુલ ગાંધીએ OBC સમુદાયનું અપમાન કર્યુંઃ સંબિત પાત્રાએ વધુમાં જણાવ્યું હતું કે, રાહુલ તેમના પરિવારના બે સભ્યો છત્તીસગઢના સીએમ ભૂપેશ બઘેલ અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત સાથે સુરત જઈ રહ્યા છે. ત્યાં તેઓ મોદી અટક માનહાનિ કેસમાં બે વર્ષની સજા સામે અપીલ કરશે અને હાહાકાર મચાવશે. એવું લાગે છે કે, તેઓ કોર્ટ પર દબાણ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. પાત્રાએ વધુમાં કહ્યું કે, રાહુલ ગાંધીએ ઓબીસી સમુદાયનું અપમાન કર્યું છે. પાર્ટી અને રાહુલ પર કટાક્ષ કરતા ભાજપના પ્રવક્તાએ કહ્યું કે રાહુલની સદસ્યતા રદ કરવામાં આવી છે, તે કાયદો યુપીએ સરકાર દરમિયાન બનાવવામાં આવ્યો હતો. હવે આ લોકો સુરતમાં હંગામો મચાવશે. આને ખેલ ન કહેવાય તો શું કહેવાય.