- 19 ફેબ્રુઆરીનાં રોજ BJYMની રાજ્ય સચિવ પામેલા ગોસ્વામી કોકેઈન સાથે પકડાઈ હતી
- આ ઘટનામાં પામેલા દ્વારા BJP નેતા રાકેશ સિંહનું નામ આપવામાં આવ્યું હતું
- CISFનાં જવાનો સાથે કાર બદલીને અજ્ઞાત સ્થળે જઈ રહેલા રાકેશ સિંહને પોલીસે રસ્તામાં જ પકડી પાડ્યા
કોલકાતા: મંગળવારે રાત્રે પશ્ચિમ બંગાળ પોલીસે ડ્રગ્સ કેસમાં સંડોવણી બદલ કોલકાતાથી આશરે 130 કિલોમીટર દૂર પૂર્વ બર્દમાન જિલ્લાના ગલાસી ખાતેથી ભાજપના નેતા રાકેશ સિંહની ધરપકડ કરી હતી. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, તેમના બે પુત્રોની પણ કોલકાતા પોલીસના નાર્કોટિક્સ સબસ્ટન્સ યુનિટ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.
90 ગ્રામ કોકેઈન સાથે પકડાયેલી પામેલાએ કહ્યું, "આ રાકેશ સિંહનું કાવતરૂ"
19 ફેબ્રુઆરીએ ભારતીય જનતા યુવા મોરચાની રાજ્ય સચિવ પામેલા ગોસ્વામીની એક મિત્ર અને અંગત સુરક્ષા ગાર્ડ સાથે દક્ષિણ કોલકાતાના ન્યૂ અલીપુર વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી હતી. તેની કારમાંથી આશરે 90 ગ્રામ કોકેઇન મળી આવ્યું હતું. ગોસ્વામીએ આક્ષેપ કર્યો હતો કે તે સિંહનું કાવતરું હતું. કોલકાતા પોલીસે સિંહને આ કેસના સંદર્ભે નાર્કોટિક્સ વિભાગ સમક્ષ હાજર થવા માટે નોટિસ આપી હતી. જેના જવાબમાં રાકેશ સિંહે પોતે કોઈ કામથી દિલ્હી જઇ રહ્યા હોવાથી પરત આવ્યા બાદ પોલીસ સમક્ષ હાજર થવાની બાંહેધરી આપી હતી.
રાકેશ સિંહ સુરક્ષા કર્મીઓ ભાગવાની ફિરાકમાં હતા