બેંગલુરુ:કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં 72.81 ટકા મતદાન થયું છે. હવે તમામનું ધ્યાન પરિણામો પર છે. મોટાભાગના એક્ઝિટ પોલમાં કહેવામાં આવ્યું છે કે ભાજપને ફરીથી બહુમતી નહીં મળે. જોકે ભાજપના નેતાઓને વિશ્વાસ છે કે તેમની પાર્ટી બહુમતી મેળવશે અને રાજ્યમાં સત્તા પર આવશે.
ભાજપ 115 બેઠકો જીતીને સરકાર બનાવશે: શિકારીપુરા, શિવમોગ્ગામાં મીડિયા સાથે વાત કરતા, ભાજપના નેતા અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન બીએસ યેદિયુરપ્પાએ કહ્યું હતું કે રાજ્યના ચૂંટણી પરિણામો વિશે એક્ઝિટ પોલ જે પણ કહે છે પરંતુ ભાજપ સરકાર બનાવશે. રાજ્યમાં 115 બેઠકો જજીતશે તેવો તેમને દાવો કર્યો છે.
સીએમ બસવરાજ બોમાઈની પ્રતિક્રિયા:કર્ણાટકના સીએમ બસવરાજ બોમાઈએ 13 મેના રોજ ચૂંટણીના પરિણામો આવે ત્યાં સુધી રાહ જોવાનું કહ્યું છે. બોમાઈએ કહ્યું, 'એક્ઝિટ પોલ એ એક્ઝિટ પોલ છે, તે 100 ટકા સાચા સાબિત થઈ શકતા નથી. અમે પૂર્ણ બહુમત સાથે સરકાર બનાવવા જઈ રહ્યા છીએ. મને લાગે છે કે આપણે 13 મે સુધી રાહ જોવી જોઈએ.
BL સંતોષનું ટ્વિટ: બીજેપીના રાષ્ટ્રીય સંગઠન મહાસચિવ BL સંતોષે એક્ઝીટ પોલ પર પર પોતાનો પ્રતિભાવ આપ્યો છે. ટ્વીટર પર તેમને લખ્યું હતું કે કોઈએ 2014માં 282 અથવા 2019માં 303 અથવા 2022માં 156 અથવા 2018માં 104ની આગાહી કરી ન હતી. 2018માં ભાજપે 24K બૂથમાં 14 ACમાં 0 લીડ સાથે નેતૃત્વ કર્યું હતું. આ વખતે અમે તમામ ACના યોગદાન સાથે 31K બૂથમાં આગેવાની કરીશું. સંખ્યાઓ તમારું અનુમાન છે.
સુરજેવાલાની પ્રતિક્રિયા:સિદ્ધારમૈયાને મળ્યા બાદ પ્રદેશ કોંગ્રેસના પ્રભારી રણદીપ સિંહ સુરજેવાલાએ કહ્યું હતું કે પરિવર્તન માટે મતદાન કરવા બદલ કર્ણાટકના લોકોનો આભાર. 40% લોકોએ ભ્રષ્ટ સરકાર વિરુદ્ધ મતદાન કર્યું. 13મી મેના રોજ કોંગ્રેસની સરકાર બનશે. અમે કર્ણાટકને ફરીથી રિબ્રાન્ડ કરવા જઈ રહ્યા છીએ, એમ તેમણે કહ્યું હતું.
- Karnataka Exit Poll : એક્ઝિટ પોલમાં કોંગ્રેસ આગળ થવાની ધારણા, જો તે બહુમતીથી સરકી જશે તો JDS કિંગમેકરની ભૂમિકામાં
- Karnataka Election 2023: કર્ણાટક ચૂંટણીમાં મતદાન પૂર્ણ, સાંજે 5 વાગ્યા સુધી 65.69 ટકા મતદાન નોંધાયું
ડીકે શિવકુમારનો જીતનો દાવો: કેપીસીસીના પ્રમુખ ડીકે શિવકુમારે ચૂંટણીમાં ભાગ લેનાર અને મતદાન કરનાર તમામ નાગરિકોનો આભાર માન્યો. ''કોંગ્રેસ, ભાજપ અને જેડી(એસ) અને અન્યોએ રાજ્યમાં ચૂંટણી લડી છે. અમારી પાર્ટી આ વખતે સત્તા સંભાળશે. શિવકુમારે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ''અમે 141 સીટો જીતીશું''. આ દરમિયાન શિવકુમારે કોંગ્રેસ પાર્ટી માટે કામ કરનારા તમામ કાર્યકરો અને નેતાઓનો આભાર માન્યો હતો અને સંબંધીઓને સંબોધતા કહ્યું હતું કે પાર્ટી સુશાસન આપશે.