ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Bird Flu in India: દિલ્હી AIIMSમાં બર્ડ ફ્લૂથી 12 વર્ષના એક બાળકનું મોત, બાળકના સંપર્કમાં આવનારા તમામ કર્મચારીઓ આઈસોલેટ - Delhi AIIMS

એક તરફ કોરોનાએ દેશભરમાં કોરોનાનો કહેર મચાવ્યો છે ત્યારે બર્ડ ફ્લૂની રિ-એન્ટ્રી થઈ છે. દિલ્હી એઈમ્સ (Delhi AIIMS)માં બર્ડ ફ્લૂથી (Bird Flu) 12 વર્ષના એક બાળકનું મૃત્યુ થયું છે. આ વર્ષે બર્ડ ફ્લૂનો આ પહેલો કેસ છે. મૃત બાળકોના સંપર્કમાં આવનારા એઈમ્સ (AIIMS)ના તમામ કર્મચારીઓને સાવચેતી માટે આઈસોલેટ રાખવામાં આવ્યા છે.

Bird Flu in India: દિલ્હી AIIMSમાં બર્ડ ફ્લૂથી 12 વર્ષના એક બાળકનું મોત, બાળના સંપર્કમાં આવનારા તમામ કર્મચારીઓ આઈસોલેટ
Bird Flu in India: દિલ્હી AIIMSમાં બર્ડ ફ્લૂથી 12 વર્ષના એક બાળકનું મોત, બાળના સંપર્કમાં આવનારા તમામ કર્મચારીઓ આઈસોલેટ

By

Published : Jul 21, 2021, 2:33 PM IST

  • દિલ્હી એઈમ્સ (Delhi AIIMS)માં બર્ડ ફ્લૂથી 12 વર્ષના બાળકનું મૃત્યુ
  • આ વર્ષે બર્ડ ફ્લૂનો (Bird Flu) આ પહેલો કેસ નોંધાયો
  • મૃત બાળકના સંપર્કમાં આવેલા તમામ કર્મચારીઓને કરાયા આઈસોલેટ (Isolate)

નવી દિલ્હીઃ દેશમાં પહેલાથી જ કોરોના મહામારીનો કહેર ચાલી રહ્યો છે. તેવામાં એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. કારણ કે, દેશમાં ફરી એક વાર બર્ડ ફ્લૂનો (Bird Flu) એક કેસ નોંધાયો છે. જ્યારે બર્ડફ્લૂના (Bird Flu) કારણે એક બાળકનું પણ મૃત્યુ થયું છે. મંગળવારે દેશમાં H5N1 એવિયન ઈનફ્લ્યુએન્ઝા (બર્ડ ફ્લૂ)થી પહેલું મૃત્યુ નોંધાયું છે. બર્ડ ફલૂથી 12 વર્ષના બાળકનું મૃત્યુ થયું હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. ત્યારબાદ દર્દીના સંપર્કમાં આવેલા દિલ્હી એઈમ્સ (Delhi AIIMS)ના તમામ સ્ટાફને આઈસોલેટ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃચીનમાં H10N3 બર્ડ ફ્લૂથી સંક્રમિત થયેલો પહેલો દર્દી મળ્યો

બાળકના નમૂનાને પુણેની ઈન્સ્ટિટ્યૂટમાં મોકલાયા હતા

સૂત્રોના જણાવ્યાનુસાર, બાળકને 2 જુલાઈએ ન્યુમોનિયા (Pneumonia) અને લ્યૂકેમિયા (Leukemia)ની ફરિયાદ પછી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને 12 જુલાઈએ તેનું મૃત્યુ થયું હતું. સારવાર દરમિયાન તેની કોરોના અને ઈનફ્લૂએન્ઝાની (Influenza) તપાસ કરવામાં આવી હતી. એક સૂત્રના મતે, તેના નમૂનામાં કોરોનાની (Corona) પુષ્ટિ નહતી થઈ. નમૂનામાં ઈન્ફ્લૂએન્ઝા સંક્રમણ (Influenza infection) મળ્યું હતું. નમૂનાને નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી, પુણે (National Institute of Virology, Pune) મોકલવામાં આવ્યા છે, જ્યાં તેમાં H5N1 એવિયન ઈન્ફ્લ્યૂએન્ઝાના સંક્રમણની પુષ્ટિ થઈ હતી.

આ પણ વાંચોઃZika Virus: કેરળમાં ઝીકા વાઈરસના કેસ નોંધાયા, જાણો શું છે ઝીકા વાઈરસના લક્ષણો?

કેરળમાં અત્યાર સુધી ઝિકા વાઈરસના 38 કેસ નોંધાયા

સૂત્ર તરફથી મળતી માહિતી અનુસાર, આ મામલાનું વર્ણન રાષ્ટ્રીય રોગ નિયંત્રણ કેન્દ્ર (NCDC)ને મોકલવામાં આવ્યું છે અને તેની ટીમના સંપર્કમાં આવનારા લોકોની પણ તપાસ શરૂ થઈ છે. બાળક દિલ્હીનો રહેવાસી નહતો. દેશ અત્યારે કોરોનાની બીજી લહેરનો સામનો કરી રહી છે. ત્યારે ત્રીજી લહેરનું જોખમ યથાવત છે. કેરળમાં ઝિકા વાઈરસના વધતા કેસે પણ સરકારની ચિંતા વધારી છે. જોકે, હવે બર્ડ ફ્લૂથી બાળકનું મૃત્યુ થતા સરકાર સામે નવો પડકાર ઉભો થયો છે. આપને જણાવી દઈએ કે, કેરળમાં અત્યાર સુધી ઝિકાના કુલ 38 કેસ સામે આવ્યા છે.

ABOUT THE AUTHOR

...view details