- ભારતીય વાયુ સેનાના ચીફ વી. આર. ચૌધરી તમિલનાડુ પહોંચ્યા
- વાયુ સેનાના ચીફ હેલિકોપ્ટર જ્યાં ક્રેશ થયું તે ઘટનાસ્થળે પહોંચ્યા
- વાયુ સેનાના ચીફ દુર્ઘટના અંગે જાણકારી મેળવી
ચેન્નઈઃ ભારતના પ્રથમ સીડીએસ જનરલ બિપિન રાવત (CDS General Bipin Rawat)નું બુધવારે તમિલનાડુના કુન્નુરમાં વિમાન દુર્ઘટનામાં (Bipin Rawat chopper Crash) નિધન થયું હતું. આ દુર્ઘટનામાં તેમના પત્ની સહિત 12 લોગોનું પણ નિધન થયું હતું. જોકે, આજે (ગુરુવારે) ભારતીય વાયુ સેનાના પ્રમુખ (IAF chief) એર ચીફ માર્શલ વી. આર. ચૌધરી (Air Chief Marshal VR Chaudhari) તમિલનાડુના કુન્નુરમાં ઘટનાસ્થળે પહોંચ્યા છે.
આ પણ વાંચો-EXCLUSIVE Chopper Crash Video: CDS બિપિન રાઉતના હેલિકોપ્ટર ક્રેશ સમય પહેલાની ઘટના કેમેરામાં થઈ કેદ
વાયુ સેના પ્રમુખ બુધવારે જ પાલમથી તમિલનાડુ માટે થયા હતા રવાના
નીલગિરિ જિલ્લામાં કુન્નુરની પાસે હેલિકોપ્ટર દુર્ઘટનાસ્થળની (Indian Air Force Chief V. R. Chaudhary reached the spot ) મુલાકાતે પહોંચેલા વાયુ સેનાના પ્રમુખની સાથે તમિલનાડુના ડીજીપી સી. સિલેન્દ્ર બાબુ પણ ઉપસ્થિત રહ્યા હતા. અહીં તેમણે દુર્ઘટના અંગે જાણકારી મેળવી હતી. વાયુ સેનાના પ્રમુખ બુધવારે જ પાલમથી તમિલનાડુ માટે રવાના થઈ ગયા હતા.