પટનાઃબિહારમાં દિવસે ને દિવસે સતત લૂંટ, હત્યા અને બળાત્કારની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે પટનામાં વધુ એક બળાત્કારની ઘટના (Patna gangrape case) સામે આવી છે. આઠમા ધોરણની એક વિદ્યાર્થિની સાથે 5 શખ્સોએ મળીને દુષ્કર્મ (GANGRAPE WITH GIRL STUDENT IN PATNA) કર્યું હતું. પટનામાં વધુ એક સામુહિક દુષ્કર્મની ઘટનાથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ઘટના બાદ તમામ આરોપીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. લોકોએ આરોપીઓની ધરપકડ કરીને કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. (Patna Crime news)
એક આરોપીની ધરપકડઃ ઘટના અંગે સંબંધીઓએ જણાવ્યું કે 5 ગુનેગારોએ મળીને આ ઘટનાને અંજામ આપ્યો છે. જે અંગે પરિવારજનોએ બાયપાસ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી છે. જેમાં પોલીસે એક ટેમ્પો ચાલક આરોપીની દરોડા બાદ ધરપકડ કરી લીધી છે, જ્યારે ચાર આરોપીઓ ફરાર છે. કેસ નોંધાયા બાદ પોલીસ ચારેય આરોપીઓની સતત શોધખોળ કરી રહી છે.
આ પણ વાંચો:સગીરાને પ્રેમજાળમાં ફસાવી ન કરવાનું કર્યું, પીડિતાએ આત્યહત્યા કરી
કોચિંગમાંથી પરત ફરતી વખતે અપહરણ: સામે આવેલી માહિતી પ્રમાણે છોકરી આઠમા ધોરણમાં અભ્યાસ કરે છે. સંબંધીઓએ જણાવ્યું કે આ ઘટના સોમવારે સાંજે 6.30 વાગ્યે બની હતી. જ્યારે તે કોચિંગમાંથી પરત ફરી રહી હતી, ત્યારે ગુનેગારોએ વિદ્યાર્થિનીનું અપહરણ કર્યું અને તેને જલ્લામાં હનુમાન મંદિર પાસેના એક રૂમમાં લઈ ગયા. જ્યાં પાંચ ગુનેગારોએ મળીને બળાત્કારની ઘટનાને અંજામ આપ્યો હતો. સંબંધીઓએ પાંચેય આરોપીઓ વિરુદ્ધ બાયપાસ પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી છે. આરોપીઓમાં ગોલુ કુમાર, મુકેશ કુમાર, સુગ્રીવ કુમાર, પ્રમોદ કુમારનો સમાવેશ થાય છે. જેમાં પોલીસે એક આરોપી ઓટો ચાલકની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો:નવ વર્ષની સગીરા પર દુષ્કર્મ, આરોપીને પીછો કરીને પકડયો
ચાર આરોપીઓ ફરાર: એએસપી અમિત રંજને જણાવ્યું હતું કે "છોકરીના પરિવારજનોએ ફરિયાદ નોંધાવી છે. પરિવારનો આરોપ છે કે 5 લોકોએ વિદ્યાર્થિની સાથે ગેંગરેપ કર્યો હતો. એક છોકરો તેને રૂમમાં લઈ ગયો હતો, જ્યારે ચાર આરોપીઓ ત્યાં પહેલાથી જ હાજર હતા. છોકરીની મેડિકલ તપાસ કરવામાં આવી છે. આરોપીઓને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. યુવતી એક આરોપી ગોલુ કુમારને પહેલેથી જ ઓળખતી હતી. જ્યારે તેણે ફોન કર્યો ત્યારે તેણી ગઈ. બાદમાં ગોલુએ તેના ચાર મિત્રોને બોલાવ્યા અને પછી બધાએ તેની સાથે ગેંગરેપ કર્યો. મેડિકલ કરાવ્યા બાદ યુવતીને પરિવાર સાથે મોકલી દેવામાં આવી છે. "