બક્સર(બિહાર):બક્સરના ચૌસા બ્લોક બનારપુરના ખેડૂતો પોલીસની નિર્દયતાને લઈને ઉગ્ર જોવા મળ્યા હતા. વળતરની માંગ કરી રહેલા આંદોલનકારી ખેડૂતોના ઘરમાં ઘૂસીને પોલીસ દ્વારા માર મારવામાં આવ્યો હતો. જે બાદ જિલ્લાના અનેક ખેડૂતો રોષે ભરાયા હતા અને પોલીસ વાહન સાથે એસજેવીએનના ગેટને આગ ચાંપી દીધી હતી. ભીડને વિખેરવા માટે પોલીસે હવામાં 6 રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું હતું. સમગ્ર વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો હતો. બંને તરફથી પથ્થરમારો કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો:મુસ્લિમોને ભારતમાં રહેવાની મંજૂરી આપનાર મોહન ભાગવત કોણ છે ?
શું છે ખેડૂતોની માંગઃખેડૂતોએ જણાવ્યું કે તેમની જમીન 2010-11 પહેલા પણ થર્મલ પાવર પ્લાન્ટ માટે ચૌસામાં SJVN દ્વારા જમીન સંપાદિત કરવામાં આવી હતી. તે સમયે તેમને 2010-11 મુજબ વળતર ચૂકવવામાં આવ્યું હતું. ત્યાર બાદ જ્યારે કંપનીએ 2022માં ખેડૂતોની જમીન સંપાદન કરવાની પ્રક્રિયા શરૂ કરી ત્યારે ખેડૂતોએ વર્તમાન દર પ્રમાણે જમીન માટે વળતરની માંગણી કરી હતી, જે કંપની આપવા તૈયાર નથી. જેની સામે ખેડૂતો છેલ્લા 2 મહિનાથી આંદોલન કરી રહ્યા છે.