ન્યૂઝ ડેસ્કઃકોરોના વાયરસની મહામારીએ દરેક ક્ષેત્રનો કચ્ચરઘાણ કાઢી નાંખ્યો. આ હકીકત છે, પણ વાસ્તવિકતા એ પણ છે કે, કોરોનાના કપરાકાળ બાદ આર્થિક મોરચે (Indian Economy Achievements) ઘણા સાહસો (Economic Development India) થયા છે. ટેક્સથી લઈને ટોલ ટેક્સ સુધી અને કોમોડિટીથી (Indian Commodities) લઈને કંપનીઓના પરિણામ સુધી આર્થિક વ્યવસ્થા ધીમે ધીમે મજબુત બનતી ગઈ છે. ખાસ કરીને આઝાદીના દાયકાઓ બાદનો સર્વે જોવામાં આવે તો દુનિયાની સૌથી મોટી આર્થિક વ્યવસ્થામાં ભારતનો ક્રમ આવે છે. અર્થવ્યવસ્થાની દ્રષ્ટિએ ભારત આજે ટોચ પર છે. એવું કહેવામાં પણ ખોટું નથી. વર્ષ 2010માં વર્લ્ડ ઈકોનોમી ફોરમના એક રીપોર્ટ અનુસાર અમેરિકા પહેલા ક્રમે હતું.
આ પણ વાંચોઃ મહિલા હોવાને કારણે નોકરી ન મળી, બાદમાં બન્યા અનેક સ્ત્રીઓ માટે બિઝનેસનું 'કિરણ'
રીપોર્ટઃફેબ્રુઆરી 2020માં 'વર્લ્ડ પોપ્યુલેશન રિવ્યૂ'ના રિપોર્ટ અનુસાર, ભારત બ્રિટન અને ફ્રાંસને પાછળ છોડીને વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગઈ છે. ભારતની જીડીપી $2.94 ટ્રિલિયન રહી. બ્રિટનમાં આ આંકડો $2.83 ટ્રિલિયન અને ફ્રાન્સમાં $2.71 ટ્રિલિયન હતો. ભારતીય અર્થતંત્રમાં સેવા ક્ષેત્ર સૌથી મોટું છે. તેનો હિસ્સો 60% છે. અમેરિકા 149 વર્ષથી વિશ્વનું સૌથી મોટું અર્થતંત્ર રહ્યું છે. ચીન બીજા ક્રમે, જાપાન ત્રીજા અને જર્મની ચોથા ક્રમે છે. મોદી સરકાર માટે આ રાહતના સમાચાર છે કારણ કે નોટબંધી અને GST બાદ વિકાસ દર ઘટવાની આશંકા હતી, પરંતુ હવે સરકાર ફ્રાન્સને એક મોટી સફળતા તરીકે મોટી અર્થવ્યવસ્થા બનવાનો અંદાજ આપી રહી છે.