- મેઘાલયમાં કોંગ્રેસના 17માંથી 12 ધારાસભ્યો પાર્ટીમાં જોડાયા
- પૂર્વ મુખ્યપ્રધાન અને વિપક્ષના નેતા સંગમાએ પણ કોંગ્રેસ છોડી
- તૃણમૂલ કોંગ્રેસ રાજ્યમાં મુખ્ય વિપક્ષી પાર્ટી બની ગઈ છે
નવી દિલ્હી:તૃણમૂલ કોંગ્રેસ (TMC) એ બુધવારે કહ્યું હતું કે, મેઘાલયમાં કોંગ્રેસના (Meghalaya TMC) 17માંથી 12 ધારાસભ્યો પાર્ટીમાં જોડાયા છે. આ 12 ધારાસભ્યોમાં પૂર્વ મુખ્યપ્રધાન મુકુલ સંગમાનો (Mukul Sangma Join TMC) પણ સામેલ છે. વિધાનસભામાં વિપક્ષના નેતા સંગમા કોંગ્રેસના (Meghalaya Congress) ટોચના નેતૃત્વથી નારાજ હતા.
TMC મુખ્ય વિપક્ષી પાર્ટી બની
આ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય એચએમ શાંગપ્લિયાંગે રાજ્યમાં પાર્ટીના 12 ધારાસભ્યો તૃણમૂલ કોંગ્રેસ (TMC)માં જોડાવાની વાત કરી હતી. TMCના એક વરિષ્ઠ નેતાએ દાવો કર્યો કે, નવા ધારાસભ્યોના આવવાથી તૃણમૂલ કોંગ્રેસ રાજ્યમાં મુખ્ય વિપક્ષી પાર્ટી ( Opposition Party) બની ગઈ છે.