- સરકારે પેન્શનર્સ વડીલો માટે બનાવ્યા નવા નિયમ
- વડીલો ડિજિટલ જીવન પ્રમાણપત્ર મેળવી શકે તે માટેના નિયમો બનાવાયા
- પેન્શનર્સને ડિજિટલ રીતે જીવન પ્રમાણપત્ર લેવા માટે આધારને સ્વૈચ્છિક બનાવાયું
આ પણ વાંચોઃકરદાતાઓ માટે GSTની ચૂકવણી અંગે આવ્યા મોટા સમાચાર, માર્ચમાં કરી શકશે ચૂકવણી
નવી દિલ્હીઃ સરકારે પેન્શન લેનારા વડીલો માટે ડિજિટલ જીવન પ્રમાણપત્ર મેળવવા અંગે નવા નિયમો બનાવ્યા છે. હવે પેન્શનર્સને ડિજિટલ રીતે જીવન પ્રમાણપત્ર લેવા માટે આધારને સ્વૈચ્છિક બનાવવામાં આવ્યું છે. સરકારે બેટર ગવર્નન્સ (સામાજિક કલ્યાણ, ઈનોવેશન, જ્ઞાન) નિયમ, 2020 અંતર્ગત પોતાની તાત્કાલિક સંદેશ સમાધાનવાળી એપ્લિકેશન 'સંદેશ' અને સાર્વજનિક કાર્યાલયોમાં હાજર રહેવા માટે આધાર પ્રમાણીકરણને સ્વૈચ્છિક કરી દીધું છે.
આ પણ વાંચોઃખંભાતીઓ માટે સારા સમાચાર, બે કલાકનો પ્રવાસ માત્ર 40 મિનિટમાં પાર પડશે
UIDAIએ આપેલા સૂચનોનું પાલન કરવું પડશે
ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલયે 18 માર્ચે જાહેર કરેલી સૂચનામાં કહ્યું હતું કે, જીવન પ્રમાણ માટે આધારની પ્રામાણિકતા સ્વૈચ્છિક આધાર પર હશે અને આનો ઉપયોગ કરનારા સંગઠનોએ જીવન પ્રમાણપત્ર આપવા માટે વૈકલ્પિક રીતે કાઢવું જોઈએ. આ મામલામાં NICએ આધાર કાયદો 2016, આધાર નિયમન 2016 અને ઓફિસ મેમોરેન્ડમ તથા UIDAI દ્વારા સમય સમય પર જાહેર કરવામાં આવતા સર્ક્યુલર અને દિશાનિર્દેશનું પાલન કરવું પડશે.
હવે પેન્શનર્સોએ સંબંધિત સંગઠન અથવા એજન્સી સામે હાજર રહેવાની જરૂર નહીં પડે
પેન્શનર્સ મટે જીવન પ્રમાણપત્રની શરૂઆત ત્યારે કરવામાં આવી જ્યારે કેટલાક વડીલોને પેન્શનલ લેવા માટે પોતે જીવીત છે સાબિત કરવા માટે લાંબી યાત્રા પર પેન્શન આપનારી એજન્સી સામે હાજર રહેવું પડતું હતું. અથવા તો તે જ્યાંં નોકરી કરતા રહ્યા છે ત્યાંથી તેમને જીવન પ્રમાણપત્ર લાવવું પડતું હતું અને તેમને પેન્શન વિતરણ એજન્સી પાસે જમા કરવાનું કહેવામાં આવતું હતું. ડિજિટલ રીતે જીવન પ્રમાણપત્ર જાહેર કરવાની સુવિધા મળવાથી પેન્શનર્સને લાંબી યાત્રા કરીને સંબંધિત સંગઠન અથવા એજન્સી સામે હાજર રહેવાની જરૂર નહીં પડે.