ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Union Budget 2023 શહેરી વિકાસ માટે 10,000 કરોડનું ફંડ, ખાલી જમીન માટે નવા પ્રોજેક્ટ - કેન્દ્રિય નાણા પ્રધાન નિર્મલા સીતારમણ

કેન્દ્રિય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે (Union Finance Minister Nirmala Sitharaman) આજે ગૃહમાં મોદી સરકારના બીજા કાર્યકાળનું છેલ્લું પૂર્ણ સમયનું બજેટ રજૂ કર્યું (Union Budget 2023) હતું. આ બજેટમાં તમામ નગરપાલિકા સંસ્થાઓને સ્વનિર્ભર બનાવવા પર ભાર મુકવામાં આવ્યો છે. બજેટમાં શહેરમાં સ્વચ્છતા માટે ટેકનોલોજી પર ફોકસ (Big Announcement for Urban development) કરવામાં આવ્યું છે. વાંચો પૂરા સમાચાર..

Union Budget 2023 શહેરી વિકાસ માટે 10,000 કરોડનું ફંડ, ખાલી જમીન માટે નવા પ્રોજેક્ટ
Union Budget 2023 શહેરી વિકાસ માટે 10,000 કરોડનું ફંડ, ખાલી જમીન માટે નવા પ્રોજેક્ટ

By

Published : Feb 1, 2023, 2:00 PM IST

અમદાવાદઃ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારના બીજા કાર્યકાળનું છેલ્લું પૂર્ણ સમય સામાન્ય બજેટ 2023-24 આજે રજૂ કરવામાં આવ્યું હતું. ત્યારે આ બજેટ દેશના આર્થિક સ્વાસ્થ્ય માટે જ નહીં, પરંતુ નરેન્દ્ર મોદી સરકારના રાજકીય સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. કારણ કે, દેશમાં વર્ષ 2024માં લોકસભા ચૂંટણીઓ યોજાવાની છે. ચૂંટણીમાં શહેરી વસ્તી ખૂબ જ મહત્વની છે.

આ પણ વાંચોCheaper and Costlier in Budget 2023: મોબાઈલ સસ્તા, જ્વેલરી મોંઘી

શહેરી વિકાસ માટે જોગવાઈઃ તેવામાં શહેરી વિકાસ માટે 10,000 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. તો શહેરમાં સ્વચ્છતા અને શહેરી જમીનને ઉપયોગી બનાવવા માટે ફંડ અને આયોજન પર ભાર મુકવામાં આવ્યો છે. દેશની તમામ મ્યુનિસિપલ સંસ્થાઓને આત્મનિર્ભર ભારત બનાવવામાં આવશે.

આ પણ વાંચોBudget 2023: બજેટમાં 50 નવા એરપોર્ટ બનાવવા વિશે જાહેરાત

નેશનલ હાઉસિંગ બેન્ક શહેરી વિકાસમાં કરશે મદદઃશહેરી વિકાસ માટે શહેરની જમીનનો યોગ્ય ઉપયોગ કરવામાં આવશે. પ્રોપર્ટી ટેક્સ અને શહેરી વિકાસ ફંડ દ્વારા શહેરોના વિકાસ માટે યોજનાઓ લાવવામાં આવશે. શહેરના વિકાસ માટે નેશનલ હાઉસિંગ બેંક દ્વારા મ્યુનિસિપલ સંસ્થાઓને ભંડોળ ઉપલબ્ધ કરાવવામાં આવશે. તમામ શહેરોમાં શૌચાલય અને નાળાઓની સફાઈમાં ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. દેશભરની મ્યુનિસિપલ સંસ્થાઓના વહીવટને વધુ કાર્યક્ષમ બનાવવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. સામાન્ય લોકોના સહકારથી શહેરની યોજનાઓને વધુ સારી રીતે જમીન પર લાવવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details