ગુજરાત

gujarat

ETV Bharat / bharat

BIDEN ISRAEL VISIT : ઇઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચે યુએસ પ્રમુખ જો બાયડન ઇઝરાયેલની મુલાકાત લેશે - Middle East conflict

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડન બુધવારે ઈઝરાયેલની મુલાકાતે જવાના છે. આ મુલાકાત એવા સમયે થશે જ્યારે ઈઝરાયેલ આતંકવાદી સંગઠન હમાસ સાથે તેની સૌથી મુશ્કેલ લડાઈનો સામનો કરી રહ્યું છે. અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને મંગળવારે એક પ્રેસ કોન્ફરન્સમાં આ માહિતી આપી હતી.

Etv Bharat
Etv Bharat

By ETV Bharat Gujarati Team

Published : Oct 17, 2023, 9:59 AM IST

તેલ અવીવઃહમાસ દ્વારા ઈઝરાયેલ પર હુમલા બાદ ઈઝરાયેલે ગાઝા પટ્ટીમાં જવાબી કાર્યવાહી કરી છે. જે બાદ ગાઝા પટ્ટીમાં માનવીય સ્થિતિ વધુ ગંભીર બની છે. ઇઝરાયેલ હમાસને જડમૂળથી ખતમ કરવા માટે 141-square-mile (365-square-kilometer) વિસ્તારમાં સંભવિત ગ્રાઉન્ડ એટેકની તૈયારી કરી રહ્યું છે. યુએસ અને ઇઝરાયેલના અધિકારીઓના જણાવ્યા અનુસાર, હમાસનો હુમલો હોલોકોસ્ટ પછી નાઝીઓ દ્વારા યહૂદીઓ પરનો સૌથી ઘાતક હુમલો છે. તેમણે કહ્યું કે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડન બુધવારે ઈઝરાયેલની મુલાકાત લેશે. તે ઇઝરાયેલ, પ્રદેશ અને વિશ્વ માટે નિર્ણાયક ક્ષણે ઇઝરાયેલ આવી રહ્યો છે.

બાયડન ઇઝરાયેલની મુલાકાત કરશે : બ્લિંકને કહ્યું કે, રાષ્ટ્રપતિ બાયડન ઇઝરાયેલ સાથે અમેરિકાની એકતાની પુનઃ પુષ્ટિ કરશે. રાષ્ટ્રપતિ બાયડન ફરીથી સ્પષ્ટ કરશે કે અમેરિકા દરેક સંકટમાં ઈઝરાયેલની સાથે છે. હમાસ દ્વારા ઓછામાં ઓછા 30 અમેરિકનો સહિત 1,400 થી વધુ લોકોની હત્યા બાદ રાષ્ટ્રપતિ બિડેન ઇઝરાયલી નેતૃત્વ સાથે સંપર્કમાં છે. બાયડન પહેલેથી જ કહી ચુક્યા છે કે ઇઝરાયેલને હમાસ અને અન્ય આતંકવાદીઓથી તેના લોકોની રક્ષા કરવાનો અને ભવિષ્યમાં થતા હુમલાઓને રોકવાનો અધિકાર છે.

આ મુલાકાત મહત્વની સાબિત થશે : દરમિયાન, મંગળવારે યુએસ સ્ટેટ સેક્રેટરી એન્ટની બ્લિંકને કહ્યું કે બાયડન અત્યાર સુધીનો સૌથી મજબૂત સંદેશ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે ઈઝરાયેલની પાછળ અમેરિકા છે. અમેરિકન પ્રશાસને આ વિસ્તારમાં સૈન્ય સહાય, અમેરિકન કેરિયર્સ અને મદદ મોકલવાનું વચન આપ્યું છે. અધિકારીઓએ કહ્યું છે કે તેઓ કોંગ્રેસને ઇઝરાયેલ અને યુક્રેન બંને માટે યુએસ ડોલર 2 બિલિયનથી વધુની વધારાની સહાય માટે પૂછશે. ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુ અને અન્ય ટોચના ઇઝરાયેલ અધિકારીઓ સાથે સાત કલાકથી વધુની વાતચીત બાદ બ્લિંકને મંગળવારે વહેલી સવારે આ જાહેરાત કરી હતી.

  1. Disruption of global peace: ઇઝરાયલ અને હમાસ વચ્ચેનું યુદ્ધ વૈશ્વિક શાંતિમાં વિક્ષેપ!
  2. Sudan War: છ મહિના દરમિયાન સુદાન યુદ્ધમાં 9,000 લોકો માર્યા ગયાઃ યુએન ચિફ

ABOUT THE AUTHOR

...view details