કરવાર-કર્ણાટક કર્ણાટક રાજ્યના યલ્લાપુરમાં (Karnataka Sea Cost) તાજા પાણીમાં બાયકલર કરચલાની (Bicolor Crab in Karnataka) નવી પ્રજાતિની શોધ કરવામાં આવી છે. કર્ણાટક વન વિભાગના કર્મચારીઓ (Forest Department Karnataka) પરશુરામ ભજંત્રી, પ્રકૃતિવિદ્ ગોપાલકૃષ્ણ હેગડે, સમીરાકુમાર પાટી અને તેજસ ઠાકરેની ટીમે આ ખટિયાણા જાતના તાજા પાણીના કરચલાની (Crab Category in India) નવી પ્રજાતિ શોધી કાઢી છે અને તેનું સંશોધન કર્યું છે. જોકે, દરિયાઈ જીવસૃષ્ટિમાં આ કરચલાએ મોટું આશ્ચર્ય ઊભું કર્યું છે.
આ પણ વાંચો ભારતીય વાયુસેનાના 30 સુખોઈ ઓસ્ટ્રેલિયાની યુદ્ધ કવાયત માટે રવાના
અનોખો કરચલોવૈજ્ઞાનિકોના અભ્યાસ મુજબ, એવો એક દાવો અંદાજ છે કે વિશ્વમાં કરચલાની 4 હજાર પ્રજાતિઓ છે. તેમાંથી ભારતમાંથી કરચલાની 125 વિવિધ પ્રજાતિઓને ઓળખી કાઢવામાં આવી છે. કર્ણાટકના ઘાટિયાના જીનસમાં અત્યાર સુધીમાં તાજા પાણીના કરચલાની 13 વિવિધ પ્રજાતિઓ ઓળખી કાઢવામાં આવી છે. નવી શોધાયેલી પ્રજાતિ બાયકલર એ 14મો તાજા પાણીનો કરચલો છે. એવું વિજ્ઞાનીઓનું માનવું છે. ભારતના પશ્ચિમ ઘાટમાં કરચલાની કુલ 74 વિવિધ પ્રજાતિઓની ઓળખ કરવામાં આવી છે. જે વિશ્વમાં બાયોમેડિકલ ડેસ્ટિનેશન તરીકે પ્રખ્યાત છે.