હકીકતમાં બન્યું છે એવું કે, ઈસરોએ ચંદ્રમાં મોકલાયેલા ચંન્દ્રયાનનો સંપર્ક ઈસરો સાથે તૂટી જતાં આ યુવકે પ્રયાગરાજમાં આવેલા જૂના યમુના બ્રિજ પર ચડી તપસ્યા કરી રહ્યો હતો. આ પુલ પ્રયાગરાજમાં નૈની પોલીસ મથક વિસ્તારમાં આવે છે. પ્રયાગરાજમાં યુવક સુધી પહોંચી શકે એવડુ મોટુ મશીન ન મળતા બનારસથી મશીન મંગાવી યુવકને ઉતાર્યો છે. આ નજારો જોવા માટે સ્થળ પર લોકોના ટોળા એકઠા થયા હતા. જેના લીધે કલાકો સુધી લોકો જામમાં ફસાઈ રહ્યા હતા.
યુપીમાં અક્કલમઠ્ઠો યુવક છેલ્લા ત્રણ દિવસથી બ્રિજ પર ચડી શા માટે તપસ્યા કરી રહ્યો છે ! - young man who climbed the Yamuna Bridge
પ્રયાગરાજ: ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં એક યુવક છેલ્લા ત્રણ દિવસથી જૂના યમુના બ્રિજ પર ચડીને બેઠો છે. પણ આ યુવક પુલ પર કેમ ચડીને બેઠો છે, તેની પાછળ ચોક્કસ કારણ જોડાયેલું છે. તંત્ર દ્વારા મહામહેનત કરી આ યુવકને પુલ પરથી હાલ ઉતારી લેવામાં આવ્યો છે. આવો જાણીએ આ યુવક કેમ ઉપર ચડીને તપસ્યા કરી રહ્યો હતો.
up young man climbed on bridge
એક અક્કલમઠ્ઠા યુવકે છેલ્લા ત્રણ દિવસથી પ્રયાગરાજમાં તંત્રની ઊંઘ હરામ કરી નાખી હતી. આ યુવકે ત્રણ દિવસથી પુલ પર ચડીને બેઠો હોવાથી તેને કઈ રીતે ઉતારવો તેની ગડમથલમાં તંત્રએ આખરે તેને નીચે ઉતાર્યો છે. ઈસરોની સંપર્ક ચંન્દ્રયાન સાથે તૂટી જતાં આ યુવક બ્રિજ પર ચડી તપસ્યા કરી રહ્યો હતો.
Last Updated : Sep 19, 2019, 12:26 PM IST