આંધ્ર પ્રદેશ: શંકર રાવ ગામમાં કોઈને પણ ઈલેક્ટ્રિકનું કામ હોય તો તેમાં પણ મદદરુપ થાય છે. પિતા નારાયણરાવને ખેતીકામ માટે હંમેશા મશીનરી અને સાધનો ભાડે લેવા પડતા હતા. પરંતુ પાકમાંથી થયેલી કમાણી મશીનરીનું ભાડું ભરવા માટે ઓછી પડતી હતી. જેથી, શંકર રાવના પિતાને દેવુ વધી રહ્યું હતું. આ કારણોસર શંકર રાવે સ્વ-મહેનતે પોતાના મશીનટૂલ બનાવવાનું શરું કર્યું. આ યુવાને ઉપયોગમાં ન લેવાતી અને ફેંકી દેવાયેલી વસ્તુઓનો ઉપયોગ કર્યો. ત્યારબાદ શંકર રાવે ગામના બીજા ખેડૂતો માટે પણ મશીન ટૂલ બનાવ્યાં. ગામના ખેડૂતોએ આ મશીન ટૂલનો ઉપયોગ કરે છે. જેમ કે, જંતુનાશક દવાનો છંટકાવ કરવા માટે તેમણે પાણીના કેનનો ઉપયોગ કર્યો. નકામા ઘાસના નિકાલ માટે લૉન મૂવર્સ બનાવ્યું. અનાજને અલગ કરવા પવનચક્કી બનાવી.
આંધ્ર પ્રદેશના યુવાને બનાવ્યા ખેડૂતો માટે સસ્તાં સાધનો, જુઓ વિશેષ અહેવાલ - ખેડૂતો માટે સાધનો
ધ્યેયને પ્રાપ્ત કરવા માટે ઉત્સાહ અને ધૈર્યની આવશ્યકતા હોય છે. આંધ્રપ્રદેશના મેટ્ટાવલાસા ગામના યુવકે સાબિત કર્યું છે કે, ટેક્નોલોજી અને ઑટોમોબાઈલ એન્જિનિયરીંગ ફક્ત કૉર્પોરેટ કંપની સુધી સીમિત નથી. શંકર રાવે ITI ઈલેક્ટ્રિશિયનનો કોર્સ કર્યો છે. શંકર રાવ ખેડૂત પરિવારમાંથી આવે છે. શંકર રાવે પોતાની પ્રતિભાથી અવનવી શોધ કરી છે. શંકર રાવે સર્જન શક્તિ અને નવા વિચારોથી નવા મશીન ટૂલ બનાવ્યા છે, જે ખેડૂતોને મદદરુપ થઈ રહ્યાં છે. આ યુવાન ઓછી કિંમતે મશીન ટૂલ બનાવી રહ્યો છે.
શંકર રાવે નાના બાળકોની સાયકલનો ઉપયોગ લોડિંગ કાર્ટ તરીકે કર્યો. ત્રણ પૈડાંવાળી સાયકલને ચાર પૈડાવાળી બનાવી, અને તેના ઉપર લાકડાનું પાટિયું મૂક્યું, જેનાથી તે 4 પૈડાવાલી લોડિંગ ગાડી બની ગઈ. આ લોડિંગ ગાડીને બાઈક સાથે જોડવામાં આવી છે. જ્યાં ટ્રેક્ટર ના જઈ શકે ત્યાં આ 4-વ્હીલ કાર્ટ જઈ શકે છે.
શંકર રાવે આ બધા જ મશીન ટૂલ સ્વ-મહેનતે અને કોઈની મદદ લીધા વગર બનાવ્યા છે. આ બધા જ સાધનો ટ્રાયલ મોડ પર છે. પોતે કમાયેલા પૈસામાંથી જ શંકર રાવે આ મશીનો વિકસાવ્યા છે. શંકર રાવનું કહેવું છે કે, જો સરકાર તરફથી મદદ મળે તો પોતાનું કૌશલ્ય સારી રીતે વિકસાવી શકશે. નવા મશીન ટૂલ બનાવી શકશે અને નાના ખેડૂતોને મદદ પણ કરી શકશે.