લખનઉં: લોકડાઉનના સમયે ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારમાં પોલીસ સાથે મારામારીની ઘટના સામે આવ્યા બાદ મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે હવે તેવા શખ્સો પર રાષ્ટ્રીય સુરક્ષા કાયદા હેઠળ કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. સીએમ યોગીએ અધિકારીઓેને આદેશ આપ્યો છે કે પ્રદેશમાં કોઇ પણ સ્થાને પોલીસ કર્મચારીઓ સાથે મારપીટના કેસમાં તે તમામ લોકો પર NSA હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.
લોકડાઉન: યોગીએ કહ્યું-પોલીસ કર્મીઓ પર હુમલો કરનાર પર ‘રાસુકા’ હેઠળ કડક કાર્યવાહી - तबलीगी जमात
ઉત્તર પ્રદેશમાં લોકડાઉન સમયે પોલિસ કર્મીઓ સાથે મારપીટ કરનારાઓ પર NSA હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે આ કેસ મામલે જાણકારી આપી હતી.
સીએમ યોગીએ શુક્રવારે સરકારી રહેઠાણ પર એક બેઠક બોલાવી હતી. તે સમયે તેઓએ કહ્યું કે આપણે કરોનાને માત આપવી પડશે. જેના પગલે આપણે આવનારા પડકારનો સામનો કરવો પડશે, જેથી રાજ્યના લોકોની સલામત રાખી શકીએ.
મુખ્ય પ્રધાન આદિત્યનાથે વધુમાં જણાવ્યું કે લોકોના સહયોગથી પ્રદેશ કોઇ પણ પરિસ્થિતિ સામે લડવા માટે તૈયાર છે. આત્મનિર્ભર માટે અમે ફંડ પણ બનાવ્યું છે. આ ફંડમાં શિક્ષકોએ પહેલા યોગદાન આપ્યું હતું. જ્યારે ગાઝિયાદબાદની ઘટનાને લઇ સીએમ યોગીએ કહ્યું કે જે લોકોએ આ નફટાઇ કરી છે તેના વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.