ત્યારે આ વાતની ગંભીરતા લઈ ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે પીડિત પરિવારના 25 લાખનું વળતર અને એક ઘર આપવાની જાહેરાત કરી છે.
ઉન્નાવ દુષ્કર્મ મામલો: યોગી સરકાર પીડિત પરિવારને 25 લાખનું વળતર અને ઘર આપશે
લખનઉ: ઉન્નાવમાં થયેલા દુષ્કર્મ કેસમાં પીડિત પરિવારને 25 લાખનું વળતર અને ઘર આપવાની યોગી સરકારે જાહેરાત કરી છે. હૈદરાબાદમાં થયેલી દુષ્કર્મની ઘટના અને આરોપીઓના મોત બાદ હવે ધીમે ધીમે ઉન્નાવ સામૂહિક દુષ્કર્મ કેસ જોર પકડી રહ્યો છે.
unno case
આપને જણાવી દઈએ કે, સારવાર દરમિયાન દિલ્હી સ્થિતી સફદરજંગ હોસ્પિટલમાં પીડિતાનું મોત થઈ ગયું છે. પીડિતા સાથે મારપીટ કર્યા બાદ તેને જીવતી સળગાવી દીધી હતી. જેને લઈ તેની હાલત એકદમ ખરાબ થઈ ગઈ હતી. બાદમાં તેને હોસ્પિટલમાં ભરતી કરાઈ હતી, જ્યાં તેનું શુક્રવારના રોજ મોત થઈ ગયું છે.