ગુજરાત

gujarat

ETV Bharat / bharat

યોગી સરકાર ખાદીના માસ્ક બનાવશે, 23 કરોડ લોકોને બે-બે માસ્ક મળશે - લોકડાઉન

ઉત્તર પ્રદેશ સરકારે કુટીર ઉદ્યોગ સાથેે કોરોના સામે લડતા એક મોટો રસ્તો શોધી કાઢ્યો છે. ઉત્તર પ્રદેશ સરકાર રાજ્યના 23 કરોડ લોકો માટે 66 કરોડ માસ્ક બનાવવા જઈ રહી છે. માસ્ક બનાવવાની જવાબદારી રાજ્યના ખાદી અને ગ્રામ ઉદ્યોગ વિભાગને આપવામાં આવશે. મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે કોરોના સામે લડવા માટે રચાયેલી ટીમ-11 સાથેની બેઠક દરમિયાન આ સૂચના આપી છે.

yogi government is going to distribute 66 crore khadi masks
યોગી સરકાર ખાદીના માસ્ક બનાવશે, 23 કરોડ લોકોને બે-બે માસ્ક મળશે

By

Published : Apr 4, 2020, 12:04 PM IST

લખનઉ: ઉત્તર પ્રદેશ સરકારે કુટીર ઉદ્યોગ સાથેે કોરોના સામે લડતા એક મોટો રસ્તો શોધી કાઢ્યો છે. ઉત્તર પ્રદેશ સરકાર રાજ્યના 23 કરોડ લોકો માટે 66 કરોડ માસ્ક બનાવવા જઈ રહી છે. માસ્ક બનાવવાની જવાબદારી રાજ્યના ખાદી અને ગ્રામ ઉદ્યોગ વિભાગને આપવામાં આવશે. મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે કોરોના સામે લડવા માટે રચાયેલી ટીમ-11 સાથેની બેઠક દરમિયાન આ સૂચના આપી છે.

સીએમ યોગીએ શનિવારે મુખ્યપ્રધાન નિવાસ સ્થાને મળેલી બેઠક દરમિયાન કહ્યું હતું કે, આ કામગીરીને એક અભિયાન તરીકે લેવાય. રાજ્યની 23 કરોડ રાજ્યની જનતા માટે આ માસ્ક બનાવાશે. 66 કરોડ ખાદીના ટ્રિપલ લેયર સ્પેશિયલ માસ્ક બનાવશે. સરકારઆ માસ્કથી ગરીબોને મફત આપશે. બાકીના લોકોને ખૂબ સસ્તા ભાવે આ માસ્ક ઉપલબ્ધ થશે.

કાપડથી બનેલા આ માસ્ક ફરીથી ઉપયોગમાં લઈ શકાશે. દરેક નાગરિકને માસ્ક લગાવવું પડશે. સરકાર આ માસ્કનું રાજ્યભરમાં વિતરણ કરશે. સરકાર દરેક નાગરિકને બે માસ્ક આપશે. જો લોકડાઉન સમાપ્ત થાય છે, તો દરેકને રોગચાળા કાયદા હેઠળ માસ્ક પહેરવું પડશે. યોગી આદિત્યનાથે સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે કે, માસ્ક વિના ઘરની બહાર જવાની છૂટ રહેશે નહીં. ઉત્તર પ્રદેશના દરેક નાગરિકને માસ્ક પહેરવાની ફરજિયાત કરવામાં આવશે.

ઉત્તર પ્રદેશ સરકારના આ નિર્ણયથી વધુને વધુ લોકોને મદદ મળશે, જ્યાં રાજ્યના તમામ તમામ નાગરિકોને ચેપથી બચાવવામાં આવશે. આ માસ્ક બનાવતા કામદારોને આર્થિક લાભ પણ મળશે. આ માસ્ક બનાવવા માટે સરકારે ખાદી ગ્રામ ઉદ્યોગ વિભાગને જવાબદારી સોંપી છે. મુખ્યપ્રધાને અધિકારીઓને સૂચના આપી છે કે, આ કામગીરીને એક અભિયાન તરીકે લેવામાં આવે અને વહેલી તકે માસ્ક તૈયાર કરવામાં આવે.

ABOUT THE AUTHOR

...view details