ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ઉત્તરપ્રદેશના CM યોગી આદિત્યનાથ બુંદેલખંડમાં 'હર ઘર નલ કા જલ' યોજનાનો શુભારંભ કરશે - Yogi government

ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ મંગળવારે બુંદેલખંડની મુલાકાત લેશે, જેમાં તેઓ જલ જીવન મિશન હેઠળના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ 'હર ઘર નલ કા જલ' યોજનાનો શુભારંભ કરશે તથા બુંદેલખંડમાં ચાલી રહેલી અન્ય સરકારી યોજનાઓના કામકાજ અંગે નિરીક્ષણ કરશે.

ઉત્તરપ્રદેશના CM યોગી આદિત્યનાથ બુંદેલખંડમાં  'હર ઘર નલ કા જલ' યોજનાનો શુભારંભ કરશે
ઉત્તરપ્રદેશના CM યોગી આદિત્યનાથ બુંદેલખંડમાં 'હર ઘર નલ કા જલ' યોજનાનો શુભારંભ કરશે

By

Published : Jun 29, 2020, 7:37 PM IST

લખનઉ (ઉત્તરપ્રદેશ): વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ચાલી રહેલા જલ જીવન મિશન અભિયાન હેઠળ યોગી આદિત્યનાથ સરકાર દ્વારા બુંદેલખંડ, વિંધ્યાચલ, ઇન્સેફલાઇટીસ તથા આર્સેનિક અને ફ્લોરાઇડ પ્રભાવિત વિસ્તારોમાં દરેક ઘરે નળનું પાણી પહોંચાડવાની યોજના શરૂ કરવામાં આવશે.

પ્રથમ તબક્કે બુંદેલખંડ અને વિંધ્ય માટે 2185 કરોડની પરિયોજના શરૂ થશે જે અંતર્ગત સરફેસ વૉટર અને અંડર ગ્રાઉન્ડ વૉટરના માધ્યમ થકી બે વર્ષ સુધીમાં મહોંબા, લલિતપુર અને ઝાંસીના 14 લાખ લોકો સુધી નળનું પાણી પહોંચશે.

આ યોજના કુલ 10 હજાર 131 કરોડની છે. જેનું કામકાજ બે વર્ષ સુધી ચાલશે.

આમ આ યોજના વડે બુંદેલખંડના લોકોની પાણીની સમસ્યાનો ઉકેલ આવી જશે. સીએમ યોગી દ્વારા ખાસ આદેશ આપવામાં આવ્યો છે કે બુંદેલખંડનું કોઈ ઘર તરસ્યું ન રહેવું જોઈએ.

ABOUT THE AUTHOR

...view details