લખનઉઃ મુરાદાબાદમાં બનેલી ઘટનાની નોંધ લેતા મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે ડોકટરો ઉપર હુમલો કરનારા સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપી છે. આવી ઘટનાની નિંદા કરતા સીએમ યોગીએ દોષિતો સામે ડિઝાસ્ટર કન્ટ્રોલ એક્ટ અને એનએસએ હેઠળ કાર્યવાહી કરવા નિર્દેશ આપ્યો છે.
યુપીમાં આરોગ્ય અને પોલીસ ટીમ પર હુમલાની ઘટનાના આરોપી પર કડક કાર્યવાહી કરવા CMનો નિર્દેશ - કોરોનાવાઈરસ ન્યૂઝ ઉત્તરપ્રદેશ
ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે મુરાદાબાદમાં આરોગ્ય વિભાગની ટીમ અને પોલીસ ટીમ પર પથ્થરમારો થવાની ઘટના પર નિંદા કરી છે. સીએમ યોગીએ એનએસએ હેઠળ ગુનેગારો સામે કાર્યવાહી કરવા નિર્દેશ આપ્યો છે.
મુખ્યપ્રધાને બુધવારે જારી કરેલા એક નિવેદનમાં જણાવ્યું છે કે, સંકટની આ ઘડીમાં આરોગ્ય વિભાગના ડોકટરો અને કર્મચારીઓ, સ્વચ્છતા અભિયાન સાથે સંકળાયેલા અધિકારીઓ, કર્મચારીઓ, પોલીસ અધિકારીઓ અને પોલીસકર્મીઓ રાત-દિવસ સેવા કાર્યમાં રોકાયેલા છે. સ્વચ્છતા અભિયાન સાથે સંકળાયેલા પોલીસકર્મીઓ, આરોગ્ય કર્મચારીઓ અને કામદારો પર હુમલો કરવો એ અક્ષમ્ય ગુનો છે. તેની કડક નિંદા કરવામાં આવી છે.
સીએમ યોગીએ કહ્યું કે, આવા દોષી લોકો સામે ડિઝાસ્ટર કન્ટ્રોલ એક્ટ અને નેશનલ સિક્યુરિટી એક્ટ (એનએસએ) હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ વહીવટી તંત્રએ તાત્કાલિક આવા બેકાબૂ તત્વોની ઓળખ કરી અને દરેક નાગરિકનું રક્ષણ કરવું જોઇએ તેમજ બેકાબૂ તત્વો પર કડક કાર્યવાહી કરવી જોઇએ.