ગુજરાત

gujarat

By

Published : Aug 5, 2020, 3:52 PM IST

ETV Bharat / bharat

કલમ 370 નાબૂદ થયાના એક વર્ષ બાદ પશ્ચિમ એશિયાના દેશો સાથેના સબંધોમાં કાશ્મીરની પરિસ્થિતિ એ ચર્ચાનો વિષય નથી : એમ્બેસેડર ત્રીગુનાયત

ભારત સરકારે જમ્મુ અને કશ્મીર પાસેથી વિશેષ રાજ્યનો દરજ્જો પાછો ખેંચ્યો અને બંધારણની કલમ 370 નાબુદ કરીને સરહદી રાજ્યોને ભારતીય સંઘ સાથે એકીકૃત કરવાનો પ્રયાસ કર્યો તેને એક વર્ષ થઈ ચુક્યુ છે. 5 ઓગસ્ટ 2019ના રોજ લેવાયેલા આ પગલાથી વિશ્વના દેશોને આશ્ચર્ય થયુ અને પાકીસ્તાન આંતરરાષ્ટ્રીય સમુદાયો પાસે ભારતની ટીકા કરવાની આશા રાખતુ રહી ગયુ.

કલમ 370 નાબૂદ થયાના એક વર્ષ બાદ પશ્ચીમ એશીયાના દેશો સાથેના સબંધોમાં કાશ્મીરની પરીસ્થીતિ એ ચર્ચાનો વિષય નથી. : એમ્બેસેડર ત્રીગુનાયત
કલમ 370 નાબૂદ થયાના એક વર્ષ બાદ પશ્ચીમ એશીયાના દેશો સાથેના સબંધોમાં કાશ્મીરની પરીસ્થીતિ એ ચર્ચાનો વિષય નથી. : એમ્બેસેડર ત્રીગુનાયત

ભારત સરકારે જમ્મુ અને કશ્મીર પાસેથી વિશેષ રાજ્યનો દરજ્જો પાછો ખેંચ્યો અને બંધારણની કલમ 370 નાબુદ કરીને સરહદી રાજ્યોને ભારતીય સંઘ સાથે એકીકૃત કરવાનો પ્રયાસ કર્યો તેને એક વર્ષ થઈ ચુક્યુ છે. 5 ઓગસ્ટ 2019ના રોજ લેવાયેલા આ પગલાથી વિશ્વના દેશોને આશ્ચર્ય થયુ અને પાકીસ્તાન આંતરરાષ્ટ્રીય સમુદાયો પાસે ભારતની ટીકા કરવાની આશા રાખતુ રહી ગયુ.

પાકીસ્તાનના ઘણા પ્રયત્નો છતા કોઈ પણ સમુદાયે ભારતની ટીકા ન કરી. તેણે સાઉદી અરેબીયા, ઈરાન તેમજ પશ્ચીમ એશીયના કેટલાક ઇસ્લામીક દેશોને અને ઓર્ગેનાઇઝેશન ઓફ ઇસ્લામીક કોર્પોરેશન (OIC)ને અપીલ કરી હોવા છતા પાકીસ્તાનને તુર્કી અને મલેશીયા સીવાય અન્ય કોઈ જગ્યાએથી ટેકો ન મળ્યો.

ત્યારબાદ Covid-19ની મહામારી આવી અને સમાચારોમાં કશ્મીર ફ્રન્ટ પેજ પરથી દુર થયુ અને પાકીસ્તાનનો સૌથી મોટો ટેકેદાર, પક્ષકાર દેશ ચીન સામાચારોના કેન્દ્રમાં આવ્યો અને આંતરરાષ્ટ્રીય સ્તરે તેની ખુબ ટીકા પણ કરવામાં આવી.

લીબીયા અને જોર્ડનમાં ભારતના રાજદૂત રહી ચુકેલા અને પશ્ચીમ એશીયા એને ઉત્તર આફ્રીકાને જેઓ સારી રીતે જાણે છે તેવા એમ્બેસેડર અનિલ ત્રિગુનાયત માને છે કે જમ્મુ અને કશ્મીરમાંથી કલમ 370 દુર કરવાથી આ વિસ્તાર સાથે ભારતના સબંધો પ્રભાવિત થયા નથી. ETV Bharat સાથેના ઇન્ટરવ્યુમાં તેમણે જણાવ્યુ હતુ કે, આ નિર્ણયથી ભારતને માત્ર નુકસાન નથી થયુ એટલુ જ નહી પરંતુ તે હવે ચર્ચાનો મુદ્દો પણ નથી અને યુનાઇટેડ આરબ અમીરાત્સ, સઉદી અરેબીયા અને કતાર જેવા દેશોએ ભારતમાં તેમનું રોકાણ પણ વધાર્યુ છે.

આ ઇન્ટરવ્યુના કેટલાક અંશ:

ETV: ભારત એ પશ્ચીમ એશીયાનું સૌથી મોટુ માર્કેટ હોવાને કારણે, ઉર્જાના પુરવઠાને કારણે અને ભારત દ્વારા નાણાં પહોંચાડવાને કારણે પશ્ચીમ એશીયાના વિસ્તારો ભારતની વિદેશનીતિના કેન્દ્રમાં રહેશે. Covid-19ની મહામારીથી આ વિસ્તારના દેશો, ખાસ કરીને ખાડી વિસ્તાર સાથેના ભારતના સબંધો કેવી રીતે પ્રભાવીત થયા છે? આંતરરાષ્ટ્રીય રાજનીતિ માટેના આ બદલાયેલા સમયમાં હાલ કયા પ્રકારનો સહકાર મળી રહ્યો છે?

એમ્બેસેડર એ.ટી. : મારી દ્રષ્ટિએ આપણા પાડોશી દેશો- પશ્ચીમ એશીયાના દેશો ભારતના ડાયેસ્ફોરાના કલ્યાણ માટે, વેપાર અને દરીયાઈ માર્ગોની સુરક્ષા માટે તેમજ આપણે આગળના થોડા વર્ષો સુધી હાઇડ્રોકાર્બન માટે તેમના પર આધારીત રહેવાના હોવાને કારણે ભારતની ઉર્જા અને ખાદ્ય સુરક્ષા માટે તે વ્યુહાત્મક અને નિર્ણાયક રીતે મહત્વનું છે.

મોટા પ્રમાણમાં ભારતીય કંપનીઓ આ વિસ્તારમાં કામ કરી રહી છે ત્યારે ગલ્ફ કોર્પોરેશન કંપની, ખાસ કરીને સાઉદી અરેબીયા, UAE અને કતારે તેમના પોતાના વ્યુહાત્મક વલણના ભાગરૂપે ભારતમાં પોતાનું રોકાણ વધાર્યુ છે. સાઉદી અરેબીયાએ તાજેતરમાં જ જીઓ પ્લેટફોર્મ પર રોકાણ કર્યુ છે અને તેઓ આગળ પણ રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં વીસ બિલીયન ડોલરનું રોકાણ કરવાની આશા સેવી રહ્યા છે તેમજ UAEએ 75 બિલીયન ડોલરનું રોકાણ કરવાનો વાયદો કર્યો છે. Covid-19ના સમય દરમીયાન પણ પીએમ નરેન્દ્ર મોદી અને એસ. જયશંકરે આ દેશોમાં ત્યાંના સમકક્ષો સાથે વાતચીત કરી હતી એને રેપીડ રીસ્પોન્સ ટીમ સહીતની તબીબી સુવિધા પુરી પાડી હતી.

GCC સરકારોની સહાયથી ‘વંદે ભારત યોજના’ અંતર્ગત ચાર લાખ જેટલા ભારતીયોને ભારતમાં પરત લાવવામાં આવ્યા. આ ઉપરાંત જ્યારે વૈશ્વિક મુદ્દાઓ, ખાસ કરીને મહામારી સામે લડવા માટે એક સંયુક્ત આંતરરાષ્ટ્રીય પ્રયાસો કરવા માટે તેમજ વિશ્વના અર્થતંત્ર પર Covid-19ની વિપરીત અસરો પર ચર્ચા કરવા માટે પીએમ મોદીએ સાઉદી અરેબીયાના ક્રાઉન પ્રીન્સ મહોમ્મદ બીન સલમાન સાથે વર્ચ્યુઅલ G20 સમીટનું આયોજન કરવાની વાત કરી ત્યારે ડીજીટલ ડીપ્લોમસી માટેના ભારતના પ્રયાસો માટે પણ ભારતની સરાહના કરવામાં આવી.

ઇઝરાયલ સાથે Covid-19ની રસી તેમજ એડવાન્સ ટેસ્ટીંગ કીટ અને ટ્રેસીંગ ટેક્નોલોજી પર કામ કરવા બાબતે આપણે વધુ નજીકના સબંધો અને સહકારનું વાતાવરણ વિકસાવ્યુ છે. હકીકતમાં જો કોઈને ઉંડાણપૂર્વકનું વિષ્લેશણ કરવુ હોય તો સુરક્ષા અને સંરક્ષણ સહીતના ક્ષેત્રમાં પરીણામ અને વ્યુહાત્મક દ્રષ્ટિએ ભારતની એક્ટ વેસ્ટ પોલીસી એ પીએમ મોદીની સૌથી અસરકારક અને સફળ વિદેશનીતિઓમાંની એક છે.

ETV: ભૂતપુર્વ મુખ્ય આર્થિક સલાહકાર, કૌશિક બાસુએ તાજેતરમાં જણાવ્યુ હતુ કે, “પોતાના ધાર્મક કટ્ટરવાદના કારણે ભારતે પાછલા સીત્તેર વર્ષોમાં જે મેળવ્યુ છે તેને પણ તે ગુમાવી રહ્યુ છે.” પશ્ચીમ એશીયાના મોટાભાગના દેશો ચુસ્ત ઇસ્લામીક છે. શું તમે માનો છો કે ખાસ કરીને આ વિસ્તારના દેશો સાથેના વર્તમાનના સબંધના સંદર્ભમાં આ પ્રકારના નિવેદનનું કોઈ વજુદ છે? આ પ્રશ્ન ખાસ કરીને જમ્મુ અને કશ્મીરમાંથી કલમ 370ની નાબૂદીની વર્ષગાંઠના સંદર્ભમાં છે કારણકે આ પગલુ મુસ્લીમ દેશો અને ઇસ્લામીક દેશોના ઓર્ગેનાઇઝેશન માટે પણ અરેરાટીનું કારણ બન્યુ હતુ.

એમ્બેસેડર એ.ટી.: ભારત વિશ્વનો બીજો સૌથી મોટો ઇસ્લામીક દેશ છે અને અન્ય કેટલાક આરબ દેશોમાં ઇસ્લામ ધર્મ પહોંચે તેનાથી પણ ઘણા સમય પહેલા અહીં ભારતમાં ઇસ્લામ ધર્મ પહોંચ્યો હતો. ભારતની વિકાસગાથાના તેઓ અભિન્ન અંગ છે. રાષ્ટ્રપતિનું પદ હોય, ઉપરાષ્ટ્રપતિનું પદ હોય, મુખ્ય ન્યાયધીશ, વૈજ્ઞાનિક કે સેનાના અધિકારીઓ કે પછી બોલીવુડના ટોચના કલાકારો હોય, સત્તાવાર રીતે બીનસાંપ્રદાયીક ભારતમાં તેઓએ પોતાના ક્ષેત્રમાં સફળતાની ઉંચાઈઓ પ્રાપ્ત કરી છે. આ જ વાત સાબીત કરે છે કે તેઓ પહેલા એક ભારતીય છે અને ત્યાર બાદ એક મુસ્લીમ.

મારા મતે, ઇસ્લામીક દેશો અને ધર્મની વાત કરતી વખતે આ ચર્ચાનો વિષય હોવો જોઈએ. જો કે સત્તા પર રહેલા કેટલાક લોકો દ્વારા કેટલાક બેજવાબદાર અને ભૂલભરેલા નિવેદનો આપવામાં આવે છે જે સોશીયલ મીડિયામાં ચર્ચાનું કારણ બને છે અને કાયદા મુજબ તેમની સામે સખ્ત કાર્યવાહી પણ થવી જોઈએ. આ દેશો માટેની આપણી ગુડવીલને નુકસાન પહોંચાડવાનું કે ગુમાવવાનું આપણને પરવડે તેમ નથી.

અલબત, કલમ 370ના સંદર્ભમાં વાત કરીએ તો પશ્ચીમ એશીયામાં મોટાભાગના નેતાઓએ, ખાસ કરીને દ્વીપક્ષીય રીતે, ભારતના સાર્વભૌમ નિર્ણય માટે ખુબ સારી સમજ બતાવી હતી. પરંતુ પાકીસ્તાને ઉભા કરેલા ઘોંઘાટ સીવાય OICના નિવેદનોમાં કોઈ નક્કર વાસ્તવિકતા નથી.

ETV: આ ક્ષેત્રમાં દેખાતી આર્થિક મંદીથી ભારતને કેટલુ નુકસાન થયુ છે?

એમ્બેસેડર એ.ટી.: Covid-19ને કારણે વૈશ્વિક યોજનાઓમાં અકલ્પનીય વિક્ષેપ આવ્યો છે. લગભગ બધી જ અર્થવ્યવસ્થા મંદીમાં છે અને તેને ફરી બેઠી થવામાં હજુ સમય લાગશે. ઓઇલનું ઉત્પાદન કરતા પશ્ચીમ એશીયાના દેશો અને ભારત પણ તેમાં બાકાત નથી. લાંબા સમય સુધી તેલના નીચા ભાવને કારણે અને માંગમાં ઘટાડો થવાને કારણે પશ્ચીમ એશીયાના દેશોમાં તેની ખુબ પ્રતિકુળ અસર પહોંચી છે. હકીકતમાં ઇતિહાસમાં પહેલી વાર ક્રુડ ઓઇલના ભાવ સબ-ઝીરો કીંમતે પહોંચ્યા હતા. મોટા ભાગના ઓઇલ ઉત્પાદક દેશોએ બેરલદીઠ 70 ડોલરનું બજેટ નક્કી કર્યુ હતુ પરંતુ મહામારીના સમયમાં ભાવો તેનાથી પણ ઘણા નીચા હતા. પરીણામે તેમાંના મોટાભાગના દેશોએ કેટલાક મોટા પ્રોજેક્ટ રદ્દ કર્યા હતા અને જાહેર ખર્ચ તેમજ સંસાધનોને મહામારી સામેની લડતમાં લગાવ્યા હતા.

જો કે ત્યાંના સ્થાનીકો દ્વારા ભારતના કર્મચારીઓ પર વિશ્વાસ મુકવામાં આવે છે અને તેમને પસંદ કરવામાં આવે છે માટે હું માનુ છુ કે, GCCની આર્થિક પરીસ્થીતિમાં સુધારો આવતા જ ફરીથી ભરતી થશે ત્યારે ભારતીય કર્મચારીઓને પ્રાધાન્ય આપવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details