ગુજરાત

gujarat

ETV Bharat / bharat

વડાપ્રધાન મોદીના પત્ની જશોદાબેન વૈશ્ય મહાસભામાં ભાગ લેવા પહોંચ્યા ઝારખંડ

ધનબાદ: ઝારખંડના ધનબાદ જિલ્લાના હીરાપુરમાં અખિલ ભારતીય સાહૂ વૈશ્ય મહાસભા યુવા સેલના સન્માન સહ અભિનંદન સમારોહમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીના પત્ની જશોદાબેન મુખ્ય અતિથી તરીકે હાજર રહ્યા હતા. આ કાર્યક્રમનું ઉદ્ધાટન જશોદાબેન તથા વાધમારાના ધારાસભ્ય ઢુલ્લૂ મહતોને સાથે મળીને કર્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન વૈશ્ય સમાજનું નામ રોશન કરનારા યુવક-યુવતીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.

pm modi wife jashodaben

By

Published : Sep 15, 2019, 11:24 PM IST

Updated : Sep 15, 2019, 11:36 PM IST

આ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીના પત્ની જશોદાબેનનું પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે લોકોને સબોધિત કરતા જશોદાબેને ગુજરાતીમાં જણાવ્યું હતું કે, ઝારખંડનું નામ સાંભળતા ખતરનાક વિસ્તાર હોવાનું લાગતું હતું પણ અહીંયાના લોકો જરાં પણ એવા નથી. તેમણે ધનબાદમાં કહ્યું હતું કે, અહીંના લોકો દિલથી ધનવાન છે.

વડાપ્રધાન મોદીના પત્ની જશોદાબેન વૈશ્ય મહાસભામાં ભાગ લેવા પહોંચ્યા ઝારખંડ

તો વળી ત્યાંના ધારાસભ્ય ઢૂલ્લુ મહતોએ કહ્યું હતું કે, સમાજના કામને જોતા સમાજના લોકોને રાજકારણમાં જગ્યા મળી છે. પહેલા લોકો સ્વાર્થ માટે રાજકારણમાં આવતા હતા. પણ આજે અમે સેવાભાવ સાથે જનતાની વચ્ચે છીએ. એટલા માટે આજે અમને આ જવાબદારી સોંપવામાં આવી છે.

ધારાસભ્યે આગળ જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદીના પત્ની અમને પ્રેરણા આપવા અહીં પહોંચ્યા છે. તેમના આ યોગદાન બદલ અમે દિલથી તેમનો આભાર માનીએ છીએ.

Last Updated : Sep 15, 2019, 11:36 PM IST

ABOUT THE AUTHOR

...view details