અંધેરી, મલાડ, મહીમ અને દાદર સ્ટેશનો પર રેલવે લાઇન ક્રોસ કરનારા લોકો માટે જન જાગૃતિ અભિયાન શરૂ કરાયું છે. મળતી માહીતી મુજબ રેવલે પર યમરાજના વેશમાં એક વ્યક્તિને મુકવામાં આવ્યો છે જે રેલ્વે લાઇન ક્રોસ કરનારા મુસાફરોને રોકીને તેમને દંડ આપે છે.
અહીંતો ખુદ યમરાજ રેલવે લાઇન ક્રોસ ન કરવાની લોકોને આપી રહ્યા છે સલાહ!!!
મુંબઈ: ક્યાંક પહોંચવાની ઉતાવળમાં ઘણા મુસાફરો રેલવે લાઇનને પાર કરતી વખતે પોતાનું મૂલ્યવાન જીવન ગુમાવે છે. સરકાર દ્વારા મુસાફરો માટે સાવચેતી રાખવા માટે ઘણા પગલા અને જાગૃતિ કાર્યક્રમ તથા જાહેરાત બહાર પાડવામાં આવે છે, છતાં પણ લોકો તેને નુસરતા નથી. ત્યારે આજ રોજ પશ્ચિમ રેલ્વે દ્વારા જાગૃતિ લાવવા માટે એક અલગ નુસખો અજમાલાયો હતો. પુલ પાર કરવા માટે રેલ્વે સુરક્ષા દળ(RPF) અને પશ્ચિમ રેલ્વેએ યમરાજના વેશમાં એક વ્યક્તિને રાખ્યો હતો. જે સમગ્ર રેલવે લાઇન તથા પ્લેટફોર્મ પર ફરીને લોકોને જાગૃતાનો સંદેશ આપા રહ્યા હતા.
રેલ્વે લાઇન ક્રોસ ન કરવા માટે સ્ટેશનો પર અવાર નવાર જાહેરાત કરવામાં આવે છે, પરંતુ મુસાફરો તેને ધ્યાનમાં લેતા નથી અને ગંભીર દુર્ધટના સર્જાય છે અને રેલવે લાઇન ક્રોસ કરવામાં પોતાનો જીવ ગુમાવે છે.
પશ્ચિમ રેલ્વેના જનસંપર્ક અધિકારી નીતિન ડેવિડે જણાવ્યું હતું કે, સમયે સમયે ચેતવણી આપવામાં આવે છે કે રેલ્વે લાઇનને પાર ન કરવી, પરંતુ મુસાફરો તેની અવગણના કરે છે. તેથી, જેનાથી બધાને ડર છે તેવા યમરાજને રેલવે દ્વારા સ્ટેશન પર રાખવામાં આવ્યા છે. હકીકતમાં, નાગરિક આ ધ્યાનમાં રાખીને રેલ્વે લાઇનને પાર ન કરે, તેથી આ પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. યમરાજ જુદા જુદા સ્ટેશનો પર ફરતા જોવા મળ્યા હતો.