ગુજરાત

gujarat

ETV Bharat / bharat

વિશ્વ પર્યાવરણ દિવસ: આ વર્ષે કોલમ્બિયા બનશે યજમાન, ભૂતપૂર્વ ભારતીય રાજદૂત આપશે વ્યાખ્યાન - વિશ્વ પર્યાવરણ દિવસ 2020 ની થીમ 'સેલિબ્રેટ બાયોડાયવસિર્ટી

વિશ્વ પર્યાવરણ દિવસ 2020ની થીમ 'સેલિબ્રેટ બાયોડાયવસિર્ટી' છે. આ વર્ષે દક્ષિણ અમેરીકાના દેશ કોલમ્બિયાએ જર્મની સાથે સંયુક્ત રીતે તેનું આયોજન કર્યું છે. વિશ્વ પર્યાવરણ દિવસે પ્રકૃતિને બચાવવા માટે વિવિધ રીત આપવામાં આવે છે. જ્યારે ભારતના રાજદ્વારી અભય કુમાર આ અંગે વ્યાખ્યાન આપશે. અભય કુમમારને આફ્રિકી દેશ કોમોરોસમાં નિયુક્ત કરવામાં આવ્યા છે. તે પર્યાવરણ બચાવવા કવિતાઓ સાથે સંદેશ આપે છે.

World Environment Day
વિશ્વ પર્યાવરણ દિવસ

By

Published : Jun 5, 2020, 12:21 PM IST

નવી દિલ્હી: વિશ્વ પર્યાવરણ દિવસ 2020ની થીમ 'સેલિબ્રેટ બાયોડાયવસિર્ટી' છે. આ વર્ષે દક્ષિણ અમેરીકાના દેશ કોલમ્બિયાએ જર્મની સાથે સંયુક્ત રીતે તેનું આયોજન કર્યું છે. વિશ્વ પર્યાવરણ દિવસે પ્રકૃતિને બચાવવા માટે વિવિધ રીત આપવામાં આવે છે. જ્યારે ભારતના રાજદ્વારી અભય કુમાર આ અંગે વ્યાખ્યાન આપશે. અભય કુમમારને આફ્રિકી દેશ કોમોરોસમાં નિયુક્ત કરવામાં આવ્યા છે. તે પર્યાવરણ બચાવવા કવિતાઓ સાથે સંદેશ આપે છે.

પ્રકૃતિની યોગ્ય જાળવણી આપણા જીવન માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. પ્રકૃતિથી કેટલું બધું લીધા પછી આપણે બદલામાં ગંદકી, પ્રદૂષણ આપીએ છીએ. પ્રકૃતિની જાળવણી માટે આપણે ઘણું કરી શકીએ છીએ. આવો જ સંદેશો ફેલાવવા માટે 5 જૂનનો દિવસ સમગ્ર વિશ્વમાં પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ નિમિતે ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય કલા કેન્દ્રમાં એક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ભારતીય રાજદ્વારી અભયકુમાર સંબોધન કરશે.

અભય કુમારે 2016-2019 દરમિયાન બ્રાઝિલમાં નાયબ રાજદૂત તરીકે સેવા આપી હતી. આ સમય દરમિયાન તેમણે પેરુ અને અન્ય લેટિન અમેરિકન દેશોની પણ મુલાકાત લીધી છે. આ સમય દરમિયાન તેણે ઘણી બધી કવિતાઓ લખી છે. જે આ મહિનામાં પ્રકાશિત થશે.

ABOUT THE AUTHOR

...view details