ગુજરાત

gujarat

ETV Bharat / bharat

બિહાર વિધાનસભા ચૂંટણી 2020: પ્રથમ તબક્કામાં પુરૂષો કરતા મહિલાઓએ વધુ કર્યું મતદાન - બિહાર ચૂંટણી

બિહાર વિધાનસભાની ચૂંટણીના પહેલા તબક્કાના મતદાનની ટકાવારીનો આંકડો સંપૂર્ણ રીતે પલટાયો છે. બિહારમાં જ્યાં દાયકાઓથી પુરૂષો મહિલાઓ કરતા વધારે મતદાન કરતા હતા, ત્યારે આ વખતે પ્રથમ તબક્કામાં પુરૂષોથી મહિલાઓએ વધુ મતદાન કર્યું હતું.

પ્રથમ તબક્કામાં પુરૂષો કરતા મહિલાઓએ વધુ કર્યું મતદાન
પ્રથમ તબક્કામાં પુરૂષો કરતા મહિલાઓએ વધુ કર્યું મતદાન

By

Published : Nov 2, 2020, 4:45 AM IST

  • બિહાર વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કામાં 71 સીટો પણ થયું મતદાન
  • મહિલાઓએ પુરૂષોની સરખામણીએ વઘુ કર્યું મતદાન
  • બિહારમાં બીજા તબક્કાનું મતદાન 3 નવેમ્બરે થશે

પટનાઃ બિહારમાં પ્રથમ તબક્કાનું મતદાન પૂરૂ થયું છે. પ્રથમ તબક્કામાં વિધાનસભાની 71 સીટો પણ મતદાન કરવામાં આવ્યું છે. દાયકાઓ પછી એવું જોવામાં આવ્યું છે કે, પુરૂષો કરતા મહિલાઓએ વધુ મતદાન કર્યું છે. ચૂંટણી વિભાગ દ્વારા આ આંકડા જાહેર કરવામાં આવ્યા છે.

પુરૂષો કરતા મહિલાઓએ વધુ કર્યું મતદાન

મતદાનની કુલ ટકાવારીની વિશે વાત કરીએ તો જ્યાં પુરૂષોએ 54.41 ટકા મતદાન કર્યું છે, તો મહિલાઓએ 56.83 ટકા મતદાન કર્યું છે. કુલ મતદાનમાં લગભગ 2.4 ટકા વધુ મતદાન મહિલાઓએ કર્યું છે.

  • 2014ની લોકસભા ચૂંટણીમાં કુલ મતદાન 56.65 ટકા થયું હતું, જેમાં પુરૂષોએ 54.95 ટકા અને મહિલાઓએ 57.70 ટકા મતદાન કર્યું હતું.
  • 2015માં વિધાનસભાની ચૂંટણીમાં કુલ મતદાન 54. 90 ટકા થયું હતું, જેમાં પુરૂષોએ 53.32 ટકા અને મહિલાઓએ 60.48 ટકા મતદાન કર્યુ હતું.
  • 2019ની લોકસભા ચૂંટણીમાં કુલ મતદાન 57.5 ટકા થયું હતું, જેમાં પુરૂષોએ 55.12 ટકા અને મહિલાઓએ 59.28 ટકા મતદાન કર્યું હતું.

ABOUT THE AUTHOR

...view details