ગુજરાત

gujarat

ETV Bharat / bharat

આત્મનિર્ભર ભારતઃ હિમાચલ પ્રદેશની મહિલાઓ ગાયના છાણમાંથી બનાવી રહી રહી છે દીવા... - મહિલાઓને રોજગારી

હિમાચલ પ્રદેશના સિરમૌર જિલ્લામાં તંત્ર દ્વારા આત્મનિર્ભર ભારતની નવી પહેલ શરૂ કરવામાં આવી છે. જેમા મહિલાઓને ગાયના છાણમાંથી દીવા બનાવવા માટે તાલીમ આપવામાં આવી રહી છે. જેના અનેક ફાયદાઓ પણ છે. જુઓ આ અંગેનો વિશેષ આહેવાલ...

diwali
diwali

By

Published : Oct 30, 2020, 8:20 PM IST

  • સિરમૌર જિલ્લામાં વહીવટીતંત્રની નવી પહેલ
  • મહિલાઓને ગાયના છાણમાથી દીવા બનાવવા માટે તાલીમ આપવામાં આવી રહી છે
  • આ દીવાથી અનેક ફાયદાઓ રહેલા છે

હિમાચલ પ્રદેશઃ સિરમૌર જિલ્લામાં આ દિવાળીને વિશેષ બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે. તમે દિવાળી પર માટીના દીવા તો જોયા હશે, તમે ચમકતા ચાઈનીઝના દીવા જોયા હશે. પરંતુ આ વખતે સિરમૌરમાં દિવાળી માટે ગાયના છાણમાથી દીવા બનાવવામાં આવી રહ્યા છે. પશુપાલન વિભાગ અને જિલ્લા વહીવટીતંત્રે મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે આ પહેલ શરૂ કરી છે.

મહિલાઓને દીવા બનાવવા તાલીમ આપવામાં આવી રહી છે

મહિલાઓને દીવા બનાવવા માટે તાલીમ પણ આપવામાં આવી રહી છે. આ કાર્યક્રમ DRDAના સૌજન્યથી ચાલી રહ્યો છે. સ્વયં સહાય જૂથોને આગળ લાવીને આ કાર્ય શીખવવાનું અને મહિલાઓને રોજગારી મળી રહે તે ઉદ્દેશ છે.

નાહન નજીક બાલાસુંદરી ગૌસદનમાં મહિલાઓને ગાયના છાણમાંથી દીવા બનાવવાની તાલીમ આપવામાં આવી રહી છે. જેથી તેઓને તેમના ઘર આંગણે જ રોજગારી મળી રહે. જ્યારે મહિલાઓ પણ આ કામમાં ભાગ લઈ રહી છે.

આત્મનિર્ભર મહિલા

જિલ્લા વહીવટીતંત્રની આ પહેલમાં હાલ 10થી 12 મહિલાઓને તાલીમ આપવામાં આવી રહી છે. જેઓ અહીં રોજ આવે છે અને ગોબરના દીવા બનાવતા શીખે છે. દેખાવમાં સામાન્ય દેખાતા આ દીવા અનેક રીતે ખાસ અને ફાયદાકારક છે. વહીવટીતંત્ર દ્વારા ખાસ પ્રયાસ કરવામાં આવ્યો છે કે, આ વખતે ગાયના ગોબરમાથી બનાવેલા દીવા પ્રગટાવી દિવાળીનો તહેવાર ઉજવામાં આવે અને આ દિવાળી આત્મનિર્ભર બનવા માગતી મહિલાઓનાં જીવનને પ્રકાશિત કરે. પરંતુ આમાં સમાજની ભાગીદારી પણ ખુબ જ જરૂરી છે.

રખડતા પશુઓની વધતી સંખ્યા

ગાયના છાણમાંથી દીવા બનાવવાની આ પહેલમાં વહીવટીતંત્ર અનેક મુશ્કેલીઓનો સમાધાન શોધી રહ્યા છે. તેમાંથી એક રખડતા પશુઓની વધતી સંખ્યા છે. આ અભિયાન દ્વારા વહીવટીતંત્ર સ્વનિર્ભર ભારતની તરફ પગલાં ભરી રહ્યું છે. તે જ રીતે રસ્તા પર રખડતા પ્રાણીઓની સંખ્યા પર પણ લગામ લાવવા માંગે છે. રસ્તાઓ પર વધતી રખડતાં પ્રાણીઓની સંખ્યા એ દરેક રાજ્યની સમસ્યા છે. રખડતા પશુઓને છોડનારા લોકો ગાયના છાણમાંથી દીવા બનાવી પૈસા કમાઇ શકે છે અને વહીવટતંત્ર લોકોને આ સમજાવી રહ્યું છે.

ગાયના છાણના બનેલા દીવા ઘણાં મુદ્દાઓનું નિરાકરણ સાબિત થઈ શકે છે. હવે જો દીવાળી પર આ દીવા ઓથી રોશની કરવામાં આવે તો મહિલાઓ પણ આત્મનિર્ભર રહેશે, આ ઇન-મેડ-સિરમૌર દીવાનો પ્રચાર પણ થશે અને કદાચ આ દીવાઓના પ્રકાશમાં રખડતાં પ્રાણીઓની સમસ્યામાંથી છૂટકારો પણ મળી શકે છે.

ABOUT THE AUTHOR

...view details