ઉન્નાવમાં મહિલા સામે ગુનાઓ બંધ થવાનું નામ લેતા નથી, અત્યાચારને લઇને આજકાલ મહિલાઓ આત્મવિલોપન કરી રહી છે. આવી જ એક ઘટના શેખપુર ગામમાં થઇ છે. જેમાં મહીલાએ એસપી કચેરીના કાર્યાલયમાં આગ ચંપી કરી દાખલ થઇ હતી.
ઉન્નાવ: મહિલાએ SP કચેરીમાં કર્યો આત્મવિલોપનનો પ્રયાસ
ઉત્તરપ્રદેશ: પોલીસ અધિક્ષકની કચેરીમાં સોમવારે સવારે એક મહિલાએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. મહિલાને આગની ઝપેટમાં જોઇને કાર્યાલયમાં હાજર કર્મચારીઓમાં હડકંપ મચી ગઇ હતી. પોલિસ કર્મચારીઓએ તુરંત આગની ઝપેટને કાબુમાં લઇ અને મહિલાને હોસ્પિટલ ખાતે ખસેડી હતી. જ્યાં હાલમાં મહિલાની સારવાર ચાલી રહી છે.
SP કચેરીમાં કર્યો આત્મવિલોપનનો પ્રયાસ
આ દ્રશ્ય જોઇને હાજર પોલીસ કર્મચારીઓ દંગ રહી ગયા હતાં. આ આગની ઝપેટમાં આવેલ મહિલાને હાજર કર્મચારીઓએ આગમાંથી બચાવ કરી અને વધુ સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડી હતી. જ્યાં ભારે માત્રામાં પોલીસ કાફલો પણ તૈનાત કરવામાં આવ્યો છે.