ન્યૂઝ ડેસ્કઃ કૂફીને મૌન કરી દેવા માટે અનેક વાર તેમની હત્યાના પ્રયાસો થયા છે. છેલ્લે ઑગસ્ટમાં કાબુલમાં પણ હુમલો થયો હતો, જેમાંથી માંડ માંડ બચ્યા હતા. ફૌઝિયા હાલમાં દોહામાં છે, જ્યાં તાલિબાન સાથે વાટાઘાટો ચાલી રહી છે.
ફૌઝિયા કૂફીએ ઈટીવી ભારતના બિલાલ ભટ સાથે વિશેષ વાતચીત કરીને દોહા શાંતિ મંત્રણા અંગે વિશેષ વિગતો આપી હતી.
બિલાલઃ તમે વાટાઘાટના મેજ પર તાલિબાન સાથે જોડાવાના છો તેવું જાણવા મળ્યું ત્યારે તમારો પ્રતિસાદ કેવો હતો?
ફૌઝિયાઃ અફઘાનિસ્તાન મહિલા તરીકે હું તાલિબાન સરકારમાં શિકાર બની હતી. અમને મૂળભૂત અધિકારો પણ મળતા નહોતા. શિક્ષણ, આરોગ્ય, સામાજિક લાભો અને રાજકીય હિસ્સેદારી મળતી નહોતી. અમે ફરી એક વાર યુદ્ધનો ભોગ સ્ત્રી બને તેમ ઇચ્છતા નથી. એ જરૂરી છે કે વાટાઘાટોમાં નારીને પણ સામેલ કરવામાં આવે. આ વાટાઘાટમાં ભાગ લઈને અમે પરંપરાને તોડી રહ્યા છીએ. માત્ર તાલિબાન સાથે નહિ, પણ અફઘાનિસ્તાનમાં પણ ઐતિહાસિક પરંપરા તોડી રહ્યા છીએ. અત્યાર સુધી શાંતિ મંત્રણા પુરુષો દ્વારા જ થતી આવી છે, મને લાગે છે કે તેથી જ એક ઇતિહાસ રચાયો છે અને તેથી મને બહુ શક્તિનો અનુભવ થઈ રહ્યો છે અને સાથે જવાબદારી પણ આવે છે.
બિલાલઃ તમને કેટલી આશા છે કે મહિલાઓને સમાન અધિકારો મળશે? સ્ત્રી અધિકારો, કન્યાઓને શિક્ષણ અને મહિલા વિકાસ કેટલો શક્ય બનશે?
ફૌઝિયાઃ પ્રથમ એ વાત સમજવી જોઈએ કે અફઘાનિસ્તાનમાં માત્ર એક જ પ્રકારની વિચારસરણી ચાલતી નથી. ઇસ્લામનું અર્થઘટન હોય, ઉદારવાદી કે ઉદ્દામવાદી વિચારો હોય, આપણે જીવન વિશે અને ઇસ્લામ વિશે ઉદારવાદી વ્યાખ્યા કરવી પડે. તેથી અમે એવા અફઘાનિસ્તાન માટે લડી રહ્યા છીએ, જ્યાં પડોશીઓ સાથે શાંતિથી રહી શકીએ. લિંગભેદ વિના સૌને સમાન પ્રતિનિધિત્વ મળે એવું અફઘાનિસ્તાન અમે ઇચ્છીએ છીએ. અફઘાનિસ્તાનની મહિલાઓ માટે શિક્ષણ કેન્દ્રમાં છે અને પુરુષો માટે પણ. શિક્ષણ વિના કોઈ પ્રગતિ થઈ શકે નહિ.
અમે પાયો બરાબર નંખાય તે માટે દોહામાં વાતચીત કરી રહ્યા છીએ. એક વાર પાયો સારી રીતે નંખાય તો આગળના તબક્કે સહેલું પડશે. આ તબક્કે કદાચ અમે મહિલા અધિકારોની વાત નહિ કરી શકીએ, કેમ કે તે સંવેદનશીલ મામલો છે. એક વાર મહત્ત્વના મુદ્દાઓને થાળે પાડી શકાય કે જેથી એક જ પ્રકારનો મત બીજા મતો પર હાવી ના થઈ જાય. અમે એવી સ્થિતિ લાવવા માગીએ છીએ કે સૌ કોઈ શાંતિ અને સમૃદ્ધિ સાથે જીવી શકે.
બિલાલઃ તાલિબાને સ્પષ્ટ કહ્યું છે કે તેઓ અફઘાનિસ્તાનમાં ઇસ્લામી કાનૂન લાવવા માગે છે. બીજા પક્ષોનો પ્રતિસાદ કેવો છે અને કેવી સ્થિતિ ઊભી થશે?