ગુજરાત

gujarat

By

Published : Jun 5, 2020, 6:26 PM IST

ETV Bharat / bharat

કેરળમાં મહિલા સાથે તેના પતિના મિત્રોએ ગેંગરેપ કર્યો

તિરુવનંતપુરમના કાદિનમકુલમ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં મહિલા સાથે ગેંગરેપ થયો હોવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી પ્રમાણે, મહિલા ગુરુવારે પતિના મિત્રના ઘરે ગઈ હતી. ત્યારે તેની સાથે ગેેગરેપ આચરવામાં આવ્યો હતો.

દુષ્કર્મ
દુષ્કર્મ

તિરુવનંતપુરમ: તિરુવનંતપુરમના કાદિનમકુલમ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ગુરુવારે રાત્રે એક મહિલા સાથે તેના પતિના મિત્રોએ ગેંગરેપ કર્યો હતો.

આ ઘટના ગુરુવારે રાત્રે લગભગ આઠ વાગ્યે પુથુકુરીચીમાં બની હતી.

પોલીસના જણાવ્યા મુજબ, ફરિયાદી મહિલા પતિના મિત્રના ઘરે ગઈ હતી. ત્યાં તે બધા મળીને દારૂ પીતા હતા અને મહિલાને પણ દારૂ પીવાની ફરજ પાડી હતી. ત્યારબાદ નશામાં ધૂત લોકોએ મહિલા સાથે ગેંગરેપ કર્યો હતો. થોડા સમય બાદ તક મળતા મહિલા હિંમત કરીને બાળક સાથે ઘરની બહાર નીકળી ગઈ હતી.

હાલ, મહિલાને ચિરૈનકીઝની તાલુકા હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે, અને પોલીસે ફરિયાદના આધારે આગળની કર્યવાહી હાથ ધરી છે. જેમાં પતિ પણ સામેલ હોવાની આશંકાએ પૂછપરછ માટે પોલીસે તેને કસ્ટડીમાં લીધો છે.

ABOUT THE AUTHOR

...view details