મુંબઈ: કાંદિવલીમાં 25 વર્ષીય મહિલાએ મંગળવારે બપોરે પોતાના ઘરે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. ભાવના લાલસીંગ બોરા નામની મહિલાનો મૃતદેહ તેના રૂમના પંખા સાથે લટકતી હાલતમાં મળી આવ્યો હતો.
મુંબઇઃ કાંદિવલીમાં મહિલાએ કરી આત્મહત્યા - આત્મહત્યા
મુંબઈના કાંદિવલીમાં એક મહિલાએ ઘરમાં જ આત્મહત્યા કરી હતી. ભાવના લાલસીંગ બોરાનો મૃતદેહ પંખા સાથે લટકેલી હાલતમાં મળી આવ્યો હતો.
આત્મહત્યા
આ મહિલાનો પરિવાર લોખંડવાલા સંકુલમાં રહે છે. બોરા આયર્લેન્ડમાં માસ્ટર ડિગ્રીનો અભ્યાસ કરી રહી છે અને 13 માર્ચે મુંબઈ પરત ફરી હતી. હાલ સમતા નગર પોલીસ આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. આત્મહત્યાનું કારણ હજૂ અકબંધ છે.