ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કોંગ્રેસ પાર્ટી ફંડ પૂર્ણ થવાને આરે, ચા-નાશ્તા પર લગાવવામાં આવી આંશિક બ્રેક - કોંગ્રેસ ફંડમાં ઘટાડો

નવી દિલ્હી: ઘણા વર્ષોથી સત્તાથી દુર રહ્યા બાદ કોંગ્રેસ ફંડમાં ઘટાડો જોવા મળ્યો છે. હવે પાર્ટી ખર્ચા ઓછા કરવાના પ્રયાસો કરીં રહીં છે. પાર્ટીએ પદાધિકારીઓને પ્રતિ માસ ચા-નાશ્તા માટે 3 હજાર સુધીનો ખર્ચ કરવા માટે કહ્યું છે.

કોંગ્રેસની ચા-નાશ્તા પર આંશિક બ્રેક

By

Published : Oct 12, 2019, 4:48 PM IST

પાંચ વર્ષથી કેન્દ્રની સત્તામાંથી ફેંકાઈ ગયેલી કોંગ્રેસના પાર્ટી ફંડમા ઘટાડો થયો છે, અને હવે પાર્ટી પોતાના પદાધિકારીઓના ખર્ચમાં બ્રેક લગાવવાના પ્રયાસો કરી રહી છે.

પાર્ટીના સૂત્ર પાસેથી મળતી માહિતી મુજબ, એકાઉન્ટ વિભાગે મહાસચિવ, રાજ્ય પ્રભારી અને અન્ય પદાધિકારીઓને ખર્ચ ઓછો કરવા માટે સૂચન કર્યું છે.

પાર્ટીએ પદાધિકારીઓને કહ્યું કે, ચા-નાશ્તામાં પ્રતિ માસ 3 હજાર સુધીને ખર્ચ કરવામાં આવે, અને જો ખર્ચ આનાથી વધારે કરવામાં આવે તો, જે તે વ્યક્તિએ ખર્ચ ભોગવવો પડશે.

ઉલ્લેખનીય છે કે, પાર્ટી નેતાઓ અને અન્ય પદાધિકારીઓને ઓલ ઈન્ડિયા કોંગ્રેસ સમિતી(AICC)ની કેન્ટીન માંથી ચા-નાશ્તો આપવામાં આવે છે, અને પદાધિકારીઓ એમના બિલમાં હસ્તાક્ષર કરી આપે છે, આ તમામ બિલની ચૂકવણી એકાઉન્ટ વિભાગ દ્વારા કરવામાં આવે છે.

એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સના એક રિપોર્ટ મુજબ, કોંગ્રેસને 55.36 કરોડ રૂપિયા ફંડ મળ્યું હતું. પાર્ટીની સંપત્તિમાં 2017-18માં 15 ટકાનો ઘટાડો થયો છે. વર્ષ 2017માં 854 કરોડની સંપત્તિ હતી, જ્યારે 2018માં ઘટીને 754 જોવા મળી હતી.

ABOUT THE AUTHOR

...view details