ગુજરાત

gujarat

ETV Bharat / bharat

લાલૂનું નીતીશ પર નિશાન, નાના ભાઈ કન્ફ્યૂઝ થયા છે... - નીતીશ કુમાર

લાલૂ પ્રસાદે બિહારના મુખ્યપ્રધાન નીતીશ કુમાર પર પોતાના અંદાજમાં નિશાન સાધ્યું છે. લાલૂ પ્રસાદે ટ્વીટર હેન્ડલ પર શુક્રવારે લખ્યું કે, લોકડાઉન 2.0 શરૂ થવાના આજથી 16 દિવસ અગાઉ વિપક્ષે સરકારને ટ્રેન ચલાવવાની માગ કરી હતી, પરંતુ નાના ભાઈ કન્ફ્યુઝ થયા છે. ના વેન્ટિલેટર, ના બસ, ના રેલવે.

ETV BHARAT
લાલૂનું નીતીશ પર નિશાન, નાના ભાઈ કન્ફ્યૂઝ થયા છે

By

Published : May 2, 2020, 10:57 AM IST

પટનાઃ બીજા રાજ્યોમાં ફસાયેલા બિહારના લોકોને પરત લાવવા માટે બિહારમાં રાજનીતિ તેજ છે અને આ દરમિયાન રાષ્ટ્રીય જનતા દળના અધ્યક્ષ લાલૂ પ્રસાદે બિહારના મુખ્યપ્રધાન નીતીશ કુમાર પર પોતાના અંદાજમાં નિશાન સાધ્યું છે.

લાલૂ મુજબ, નીતીશ મૂંઝવણમાં છે. બીજા રાજ્યમાં ફસાયેલા મજૂરોને ટ્રેનના માધ્યમથી પોતાના રાજ્યમાં મોકલવાની પરવાનગી આવ્યા બાદ લાલૂ પ્રસાદે ટ્વીટર હેન્ડલ પર શુક્રવારે લખ્યું કે, લોકડાઉન 2.0 શરૂ થવાના આજથી 16 દિવસ અગાઉ વિપક્ષે સરકારને ટ્રેન ચલાવવાની માગ કરી હતી, પરંતુ નાના ભાઈ કન્ફ્યુઝ થયા છે. ના વેન્ટિલેટર, ના બસ, ના રેલવે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યની બહાર ફસાયેલા મજૂરોને લઇને RJD માગ કરી રહ્યું છે. આ મુદ્દાને લઇને RJDના નેતા તેજસ્વી યાદવ મુખ્યપ્રધાન નીતીશ પર વારંવાર નિશાન સાધી રહ્યા છે.

લાલૂએ ગુરુવારે પણ કબીરના એક દોહાના માધ્યમથી નીતીશ નિશાન સાધ્યું છે. ઘાંસ ચારા કૌભાંડમાં સજા ભોગવી રહેલા લાલૂ નાદૂરસ્ત તબિયતના કારણે રાંચીની રિમ્સ હોસ્પિટલમાં દાખલ છે.

ABOUT THE AUTHOR

...view details