નવી દિલ્હી: કેન્દ્ર સરકારે સોમવારે હવાઈ મુસાફરી દરમિયાન મુસાફરોને વાઈ-ફાઇ પૂરી પાડવા માટે ભારતમાં સંચાલિત ફ્લાઇટ સર્વિસને લીલી ઝંડી આપી દીધી છે. આ માહિતીની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.
હવે ફ્લાઇટમાં મળશે વાઇ-ફાઇની સુવિધા, કેન્દ્ર સરકારની મંજૂરી - flight news
કેન્દ્ર સરકાર દ્વારા સોમવારે ભારતમાં સંચાલિત ફ્લાઇટ સર્વિસને મુસાફરી દરમિયાન મુસાફરોને વાઇ-ફાઇની સેવા આપવા મંજૂરી આપી દેવામાં આવી છે. આ માહિતીની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.
કેન્દ્ર સરકારે
આ જાહેરાતમાં જણાવવામાં આવ્યું છે કે, "ફ્લાઇટ્સ દરમિયાન જ્યારે લેપટોપ, સ્માર્ટફોન, ટેબ્લેટ, સ્માર્ટવોચ, ઇ-રીડર અથવા અન્ય કોઈ ડિવાઇસ ફ્લાઇટ મોડ પર હોય ત્યારે પાયલટ વિમાનમાં મુસાફરોને વાઇ-ફાઇ દ્વારા ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકશે.