ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ચાલુ નાણાંકીય વર્ષે સરકારે કરી 300 લાખ ટન ઘઉંની ખરીદી - Gujarati News

નવી દિલ્હી: વર્તમાન માર્કેટિંગ વર્ષ (2019-20) માં દેશભરના સરકારી એજન્સીઓએ ખેડૂતો પાસેથી 300 લાખ ટન ઘઉંની ખરીદી કરી છે. ભારતીય ફૂડ કોર્પોરેશન (એફસીઆઈ) એ સોમવારે જણાવ્યું હતું કે, દેશમાં 300.91 લાખ ટન ઘઉંની ખરીદી કરવામાં આવી છે.

ઘઉંની સરકારી ખરીદી 300 મિલિયન ટનની પાર

By

Published : May 14, 2019, 11:06 AM IST

કેન્દ્ર સરકારે આ વર્ષે દેશભરમાં 357 લાખ ટન ઘઉંની ખરીદીને લક્ષ્ય બનાવ્યું છે, જ્યારે 2018-19ના છેલ્લા સીઝનમાં સરકારી ખરીદી એજન્સીઓએ સમગ્ર દેશમાં 357.95 લાખ ટન ઘઉંની ખરીદી કરી હતી.

એફસીઆઈના આંકડા અનુસાર, પંજાબમાં 123.68 લાખ ટન ઘઉંની ખરીદી થઈ છે, જ્યારે સરકારી એજન્સીઓએ હરિયાણામાં 91.13 લાખ ટન ઘઉંની ખરીદી કરી છે. મધ્યપ્રદેશમાં ઘઉંની પ્રાપ્તિ 55.24 લાખ ટનની થઈ છે. જ્યારે દેશના સૌથી મોટા ઘઉં ઉત્પાદક રાજ્ય, ઉત્તર પ્રદેશમાં માત્ર 19.33 લાખ ટન ઘઉંની પ્રાપ્તિ થઈ છે. આ ચાર રાજ્યોમાં કુલ 289.38 લાખ ઘઉંની ખરીદી થઈ છે. બાકીની 11.53 લાખ ટન ઘઉંના જે રાજ્યની એજન્સીઓએ ખરીદી છે. તેમાં રાજસ્થાન, ગુજરાત, ચંદીગઢ અને ઉત્તરાખંડનો સમાવેશ થાય છે.

સરકારે આ વર્ષે પંજાબમાં 125 લાખ ટન ઘઉંની ખરીદી કરવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. ગયા સિઝનમાં રાજ્યમાં 126.92 લાખ ટન ઘઉંની ખરીદી થઈ હતી.આ વર્ષે હરિયાણામાં 85 મિલિયન ટન ઘઉંનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે, જ્યારે ગયા વર્ષે સરકારી એજન્સીઓએ 87.84 લાખ ટન ઘઉં ખરીદ્યું હતું.

દેશના બીજા સૌથી સૌથી મોટા ઘંઉ ઉત્પાદક રાજય ઉતરપ્રદેશમાં આ વર્ષે 50 લાખ ટન ઘંઉ ખરીદવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.પાછલા વર્ષે ઉતરપ્રદેશમાં સરકારી એજન્સીઓએ કુલ 52.94 લાખ ટન ઘંઉની ખરીદી કરી હતી.

આ વર્ષે બિહારમાં અને ઉતરાખંડમાં બે-બે લાખ ટન અને ગુજરાતમાં 50,000 ટન ઘંઉ ખરીદવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.આ ઉપરાંત બીજા રાજયઓમાં 50,000 ટન ઘંઉ ખરીદવાનો લક્ષ્યાંક છે.પાછલા વર્ષે ઉતરાખંડમાં 1.10 લાખ ટન,ગુજરાતમાં 37,000 ટન,હિમાચલ પ્રદેશમાં 1,000 ટન,બિહારમાં 18,000 ટન અને ચંડીગઢમાં 14,000 ટન ઘંઉની ખરીદી થઇ હતી.

આંતરરાષ્ટ્રીય બજારમાં ઘંઉના ભાવમાં ઘટાડા થયા પછી વિદેશોમાં આયાત થવાની સંભાવનાઓને અટકાવી કેન્દ્ર સરકારએ પાછલા મહિને ઘંઉના આયાત દર પર 10 ટકા થી 40 ટકાનો વધારો કરી દીધો છે.

ફેબ્રુઆરીમાં સેન્ટ્રલ એગ્રીકલ્ચરલ સહાય અને ખેડૂતો કલ્યાણ મંત્રાલયે જાહેર કરેલા બીજા અગ્રિમ ઉત્પાદન અંદાજ અનુસાર, આ વર્ષે દેશમાં ઘઉંનું ઉત્પાદન 99.12 મિલિયન ટન થઈ શકે છે.

ABOUT THE AUTHOR

...view details