મુંબઈઃ સિદ્ધિ વિનાયક મંદિરની બહાર રાજ્ય સરકાર માટે વિરોધ પ્રદર્શનના સમાચાર આવી રહ્યા છે. અહીં ભાજપ કાર્યકર્તા રાજ્યમાં મંદિરોને ખોલવાને લઈને પ્રદર્શન કરી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના કાર્યકર્તાઓએ રાજ્ય સરકાર સામે શિરડી અને સિદ્ધિ વિનાયક મંદિરની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. ભાજપે માંગ કરી હતી કે, મહારાષ્ટ્રના તમામ મંદિરોના શ્રદ્ધાળુઓ માટે ફરીથી મંદિરો ખોલવામાં આવે. મોટી સંખ્યામાં હાજર તહેનાત પોલીસ અને બેરિકેડિંગ વચ્ચે પ્રદર્શનકર્તાઓએ મંદિરમાં પ્રવેશ કરવાનો પ્રયત્ન કર્યો હતો.
તમને જણાવી દઈએ કે, પોલીસે ભાજપના નેતા પ્રસાદ લાડની સાથે અન્ય પાર્ટીના કાર્યકર્તાઓની અટકાયત કરી છે. રાજ્યપાલને પત્રના જવાબમાં મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, અચાનક લૉકડાઉન લગાવી દેવુ એ બરાબર પગલું ન હતું. એક વારમાં સંપૂર્ણ રીતે બધું રદ કરી દેવું પણ યોગ્ય નથી. અને હાં, હું એવો વ્યક્તિ છું જે હિન્દુત્વને અનુસરું છું. મારા હિન્દુત્વને તમારા સર્ટિફિકેટની જરૂર નથી.